BIHAR માં વિજળી માટે આંદોલન કરી રહેલા લોકો પર ફાયરિંગ, એકનું મોત,2 ઘાયલ
નવી દિલ્હી : બિહારના કટિહારમાં પોલીસ દ્વારા કરાયેલા ગોળીબારમાં એક યુવકનું મોત થઇ ચુક્યું છે. મોટી સંખ્યામાં લોકો અહીં અનિયમિત વિજળી વ્યવસ્થા અંગે ધરણા કરી…
ADVERTISEMENT
નવી દિલ્હી : બિહારના કટિહારમાં પોલીસ દ્વારા કરાયેલા ગોળીબારમાં એક યુવકનું મોત થઇ ચુક્યું છે. મોટી સંખ્યામાં લોકો અહીં અનિયમિત વિજળી વ્યવસ્થા અંગે ધરણા કરી રહ્યા હતા. બીજી તરફ જોરદાર હોબાળો થવા લાગ્યો હતો. આક્રોશિત ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે હવાઇ ફાયરિંગ કર્યું હતું. તેમ છતા ટોળુ બેકાબુ બનતું જઇ રહ્યું હતું. જેના પગલે પોલીસે લોકો પર ફાયર કર્યું હતું. ત્રણ લોકોને ગોળી વાગી અને એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. યુવકના મોત બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ છે. ભારે પોલીસ દળને તહેનાત કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કટિહારના બારસોઇ પોલીસ સ્ટેશનના બારસોઇ પ્રખંડમાં અનિયમિત વિજળી વ્યવસ્થાને કારણે વિજળી વિભાગ પરિસરની બહાર મોટી સંખ્યામાં ગામલોકો અને પ્રતિનિધિઓ શાંતિપુર્ણ ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન પ્રદર્શન કરી રહેલા લોકો અચાનકથી આક્રોશિત થઇ ગઇ. તે લોકોએ હોબાળો સરૂ કરી દીધો હતો. તોડફોન કરવાનું શરૂ કરી દીધું. આક્રોશિત ટોળાને કંટ્રોલ કરવા માટે ઘટના સ્થળ પર હાજર પોલીસ ટીમે હવાઇ ફાયરિંગ કર્યું જોકે ટોળું કાબુમાં આવ્યું નથી. ત્યાર બાદ પોલીસ ટીમે હોબાળો મચાવી રહેલા લોકોને ખદેડવા માટે લાઠીચાર્જ કરી દીધી.
ત્રણ લોકોને ગોળી વાગી એકનું મોત
આ દરમિયાન પોલીસ ટીમે ટોળા પર ફાયરિંગ કર્યું. ગોળીબાર બાદ ભાગદોડ મચી ગઇ હતી. પોલીસ દ્વારા ચલાવાયેલી ગોળી ત્રણ લોકોને વાગી હતી. એક યુવકનું મોત થયું હતું. ઘટના બાદ આ સમગ્ર વિસ્તારમાં તણાવ છે. ઘટના સ્થળ પર પોલીસ અને તંત્રના વરિષ્ઠ અધિકારી પહોંચ્યા છે. આ ઘટના અગે કટિહાર આવેલા વિપક્ષના નેતા વિજય સિન્હા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે બિહાર સરકારની હિટલરશાહી અને તાનાશાહ ગણાવતા ઘટનાની નિંદા કરી છે. સાથે જ સરકારનું રાજીનામું માંગ્યું હતું.
ADVERTISEMENT
ઘટના અંગે કટિહાર એસપીનું કહેવું છે કે, ઉપદ્રવીઓ દ્વારા વિજળી કાર્યક્રમમાં તોડફોડ કરવામાં આવી અને પથ્થરમારો કરવામાં આવ્યો. એસડીઓ અને એસડીપીઓએ સ્થિતિ સંભાળી હતી. આ દરમિયાન એક યુવકનું મોત થઇ ગયું અને બે લોકો ઘાયલ થઇ ગયા હતા.
ADVERTISEMENT