શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સામે નોંધાઈ ફરિયાદ, જાણો શું છે મામલો?

ADVERTISEMENT

gujarattak
social share
google news

લખનઉ: બોલિવૂડના કિંગખાનના ચાહકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન વિરુદ્ધ લખનૌમાં FIR નોંધવામાં આવી છે. મુંબઈના રહેવાસી કિરીટ જસવંત શાહનો દાવો છે કે તેણે લખનૌના તુલસીયાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ લિમિટેડમાં ફ્લેટ ખરીદ્યો હતો. તેની કિંમત કરોડોમાં હતી. આ વ્યક્તિએ અત્યાર સુધી કંપનીને 86 લાખ રૂપિયા આપ્યા છે, છતાં તેને ફ્લેટ મળ્યો નથી. આવી સ્થિતિમાં, આ વ્યક્તિએ ગૌરા ખાન વિરુદ્ધ FIR નોંધાવી છે, કારણ કે અભિનેતાની પત્ની આ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે.

શું છે મામલો?
આટલું જ નહીં, આ વ્યક્તિએ તુલસીયાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ લિમિટેડના સીએમડી અનિલ કુમાર તુલસિયાની અને ડિરેક્ટર મહેશ તુલસિયાની વિરુદ્ધ FIR પણ નોંધાવી છે. ત્રણેય પર કલમ 409 લગાવવામાં આવી છે. સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાંથી આ માહિતી મળી છે. આ વ્યક્તિએ તેમાં એમ પણ કહ્યું છે કે તેણે બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાનની પબ્લિસિટીથી પ્રભાવિત થઈને આ ફ્લેટ લીધો હતો. જણાવી દઈએ કે ગૌરી ખાનને આ વાતની જાણ નથી. તે કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે, તેથી તેનું નામ પણ આ FIRમાં આવ્યું છે.

આ પણ વાંચો: કોર્ટનો ગજબ નિર્ણયઃ SOUમાં જમીનના વળતર નહીં મળતા ખેડૂતોને અધિકારીઓના ટેબલ ખુરશી જપ્ત કરવા કહ્યું

ADVERTISEMENT

ગૌરી ખાને હાલમાં ખરીદીછે લક્ઝુરિયસ કાર
ગૌરી ખાને હાલમાં જ એક નવી કાર ખરીદી છે, જેની કિંમત લાખોમાં જણાવવામાં આવી રહી છે. આ નવી મર્સિડીઝ બેન્ઝ છે. આ વાદળી રંગની કાર એકદમ લક્ઝુરિયસ છે. આ સિવાય ગૌરી ખાન તેની આર્કિટેક્ટ ડિઝાઇન માટે પણ જાણીતી છે. ગૌરી ખાન પોતાની બ્રાન્ડ ‘ગૌરી ખાન ડિઝાઇન્સ’ ચલાવે છે. આ હેઠળ, તે લોકોના ઘરોનું નવીનીકરણ કરવાની સાથે પોતાની જાતે ડિઝાઇન કરે છે. પોતાની બ્રાન્ડનું ફર્નિચર પૂરું પાડે છે.

શાહરૂખ પઠાણી સક્સેસ એન્જોય કરી રહ્યો છે
બીજી તરફ, શાહરૂખ ખાન આજકાલ તેની ફિલ્મ ‘પઠાણ’ હિટ હોવાના કારણે ચર્ચામાં છે. ખબર નહીં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કેટલા રેકોર્ડ તોડ્યા છે. ચાહકો હવે તેની આગામી ફિલ્મો પાસેથી વધુ અપેક્ષા રાખી રહ્યો છે. શાહરૂખ તેના ફેન્સને શું ગિફ્ટ આપે છે તે જોવું રસપ્રદ રહેશે. બીજી તરફ ગૌરી ખાનના મામલાની વાત કરીએ તો હજુ સુધી તેની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT