આખરે શા માટે વાંસને સળગાવાતો નથી, સત્ય જાણીને તમે પણ આ ભુલ ક્યારે પણ નહી કરો
અમદાવાદ : સમગ્ર વિશ્વમાં વાંસ જ એક એવું લાકડું છે જે ઝડપથી નથી સળગતું. હિંદુ ધર્મના જાણકારો આ લાકડાને સળગાવવું હંમેશા માટે અશુભ માનવામાં આવે…
ADVERTISEMENT
અમદાવાદ : સમગ્ર વિશ્વમાં વાંસ જ એક એવું લાકડું છે જે ઝડપથી નથી સળગતું. હિંદુ ધર્મના જાણકારો આ લાકડાને સળગાવવું હંમેશા માટે અશુભ માનવામાં આવે છે. એટલા માટે વાંસની લાકડીનો ઉપયોગ ન તો હિંદુઓ ભોજન બનાવવા માટે પણ નથી કરતા અને ન તો પુજા પાઠમાં તેનો ઉપયોગ કરે છે. આ પ્રકારે જોવામાં આવે તો હિંદુ ધર્મમાં વાંસના લાકડાનો સળગાવવાનો સખ્ત ઇન્કાર છે. જો કે વાંસને ન સળગાવવા પાછળ આધ્યાત્મિક ભાવના હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક તર્ક પણ છે.
વાંસ એક એવી લાકડી છે જેની વાંસળી હંમેશા કૃષ્ણ પોતાની સાથે રાખતા હતા. એટલે સુધી કે લગ્ન માટે મંડપમાં પણ વાંસનો ઉપયોગ થાય છે. મર્યા બાદ વ્યક્તિના શબની અંતિમ ક્રિયા માટે પણ વાંસ પર લઇ જવાય છે. વ્યક્તિના જન્મથી માંડીને મૃત્યુ સુધી વાંસ તેની સાથે રહે છે. આ પ્રકારે વાંસને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તેને સળગાવવાનો ઇન્કાર કરેલો છે. આ સાથે જ વાંસનો ઉપયોગ જુના સમયમાં ઘર બનાવવા માટે તથા ભોજનના પાત્રો બનાવવા માટે પણ ઉપયોગ થતો હતો. તેના માટે પણ જાણકાર લોકો શરૂઆતથી જ આ ઝાડને સળગાવવાનો ઇન્કાર કરતા હતા.
વાંસને ન સળગાવવા પાછળ જે વૈજ્ઞાનિક કારણ છે તે છે કે તેમાં લેડ હોય છે. લેડની સાથે સાથે અનેક પ્રકારની અનેક ધાતુઓ તેમાં હોય છે. જે માણસના શરીર માટે યોગ્ય નથી. આ જ કારણ છે કે, વિજ્ઞાનના જાણકારો આ લાકડાને સળગાવવાનો ઇન્કાર કરતા આવ્યા છે. જ્યારે વાંસ સળગાવવામાં આવે છે ત્યારે તેમાં રહેલા તત્વો ધુમાડા દ્વારા તમારા શરીરમાં ઘુસી જાય છે. વિવિધ બિમારીઓનું કારણ બને છે. તેના તત્વથી ન્યૂરો અને લિવર સંબંધી બીમારિઓ ખુબ જ ઝડપથી થાય છે. આ જ કારણ છે કે, જાણકારો હંમેશાથી વાંસ સળગાવવાનો ઇન્કાર કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT