EXCLUSIVE: યુપી ATS ની પુછપરછમાં સીમાનો ઘટસ્ફોટ, પાકિસ્તાન સેનાનું મોટુ કનેક્શન સામે આવ્યું

ADVERTISEMENT

Seema haider in ATS Custody
Seema haider in ATS Custody
social share
google news

UP ATS interrogated Seema Haider: દેશમાં હાલના સમયે પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને સચિનની પ્રેમ કથા ખુબ જ ચર્ચામાં છે. બીજી તરફ સીમા હૈદર પર પાકિસ્તાની જાસુસ હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે. જ્યારે હવે યુપીએટીએસની ટીમે પાકિસ્તાની નિવાસી સીમા હૈદરને કસ્ટડીમાં લઇ લેવામાં આવી છે. ગુપ્ત સ્થળ પર સીમા હૈદરની એટીએસએ પુછપરછ શરૂ કરી દીધી છે. સીમા હૈદર શરૂઆતથી જ એટીએસની રડાર પર હતી. બીજી તરફ નેપાળના રસ્તે પોતાના પ્રેમી સચિનને મળવા માટે ભારત આવી. હવે એટીએસની ટીમ વ્હોટ્સએપ ચેપ અને અન્ય તમામ પુરાવાઓની તપાસ કરશે અને આગળની પુછપરછ પણ કરશે.

આ સાથે જ સીમાના આઇડી કાર્ડ હાઇકમિશન ખાતે મોકલવામાં આવ્યા છે. સીમાના કાકા પાકિસ્તાન આર્મીમાં સુબેદાર અને સીમાનો ભાઇ પાકિસ્તાની સૈનિક છે. સીમા સાથે હજી સુધી ભારતીય સુરક્ષા એજન્સીઓએ પુછપરછ કરશે. પ્રેમ કહાનીથી માંડીને ભારતમાં આવવા સુધી તમામ પાસાઓ અંગે પુછપરછ ચાલી રહી છે. યુપી પોલીસના એક મોટા અધિકારીએ કહ્યું કે, સીમા એક પાકિસ્તાની નાગરિક છે અને તે અહીં આવી તેમાં અનેક વિવાદાસ્પદ મુદ્દાઓ છે. તેવામાં તેની પુછપરછ થવી યોગ્ય છે. માટે દેશની સુરક્ષામાં લાગેલા એવા તમામ એજન્સીઓ તેની પુછપરછ કરશે.

સીમા અને સચિન મીણા 2019 માં પબજી રમવા દરમિયાન એક બીજાના સંપર્કમાં આવ્યા અને પછી તેમની પ્રેમ કહાની શરૂ થઇ. ત્યાર બાદ ફરી 13 મે 2023 ના રોજ સીમા હૈદર નેપાળના રસ્તે બસમાં બેસીને ભારત આવી ગઇ. ઉત્તર પ્રદેશ પોલીસ અનુસાર સીમાને વિઝા વગર જ નેપાળ માર્ગે નોએડાના રબૂપુરા વિસ્તારમાં રહેતી હતી. જ્યાં સચિન કરિયાણાની દુકાન ચલાવે છે. પોલીસે સીમાને બિનકાયદેસર ચાર બાળકો સાથે પ્રવેશવા અંગે કેસ દાખલ કરીને પોલીસે ફરિયાદ નોંધી છે. આ સાથે જ સચિનને બિનકાયદેસર રીતે શરણાર્થીને રાખવા બદલ જેલ મોકલ્યો હતો. જો કે બંન્નેને બાદમાં જામીન મળી ગયા હતા. હાલ યુપી એટીએસ સીમાની પુછપરછ કરી રહી છે અને ગમે ત્યારે તેની ધરપકડ પણ જાહેર કરવામાં આવી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT