EXCLUSIVE: AAPનાં સુપ્રીમો કેજરીવાલ બુધવારે અમદાવાદ પ્રવાસે, જાણો ચોથી ગેરન્ટી શેની આપશે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટી સુપર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ફરી એક વાર બુધવારે એટલે કે આવતી કાલે અમદાવાદ પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ મહિલા સશક્તિકરણના મુદ્દાને ઉઠાવી શકે છે. તેઓ હવે વેપારીઓને ગેરન્ટી આપ્યા બાદ મહિલાઓને પણ ખાસ ગેરન્ટી આપશે એવી માહિતી મળી રહી છે. આ અંગે સૂત્રોએ ઈન્ડિયા ટૂડેના આજતક ગ્રુપ સાથે માહિતી શેર કરી છે. જેમાં હવે તેઓ મહિલાઓ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.

ગુજરાતમાં મહિલાઓ માટે AAPની ખાસ ગેરન્ટી…
આજતકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરવિંદ કેજરીવાલ બુધવારે અમદાવાદમાં પોતાની સભાને સંબોધિત કરશે. આ દરમિયાન તેઓ મહિલાઓના વિકાસ તથા સશક્તિકરણના મુદ્દાને ઉઠાવશે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન આમ આદમી પાર્ટી વિવિધ યોજનાઓ અંગે પણ જાહેરાત કરી શકે છે. આ આયોજન દરમિયાન મહિલાઓ પણ હાજર રહેશે અને સભામાં પોતાના મુદ્દાઓ રજૂ કરી શકે છે.

અગાઉ અરવિંદ કેજરીવાલે સૌથી પહેલા ગુજરાતમાં 300 યૂનિટ ફ્રી વીજળી, બેરોજગાર યુવાનોને સહાયતા કરવાની ગેરન્ટી તથા આદિવાસી લોકોના વિકાસ માટે ખાસ ગેરન્ટી આપી હતી. હવે મહિલાઓને કેન્દ્રમાં રાખીને આવતીકાલે અરવિંદ કેજરીવાલ મોટી જાહેરાત કરી શકે છે.

ADVERTISEMENT

ગુજરાતમાં ત્રિપાંખીયો ચૂંટણી જંગ…
અરવિંદ કેજરીવાલ અત્યારે એક્ટિવ મોડમાં આવી ગયા છે, તેમણે સૌથી પહેલા ફ્રી રેવડીની ગેરન્ટી આપતા ભાજપે તેની આ જાહેરાત પર આકરા પ્રહારો કર્યા હતા. નોંધનીય છે કે ભાજપના મત મુજબ ગુજરાતની જનતા મફત વીજળી માટેના વાયદાઓ સ્વીકારશે નહીં. વળી અગાઉ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જંગ જ ચૂંટણીમાં જોવા મળતો હતો હવે AAPની એન્ટ્રી થતા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે.

WITH INPUT: SAURABH VAKTANIA

ADVERTISEMENT

ADVERTISEMENT

5 વર્ષમાં કેજરીવાલની બમણી સરકારી નોકરીની કોપી પેસ્ટ નીતિ પર ભાજપનો વળતો પ્રહાર
અરવિંદ કેજરીવાલે વડોદરાની સભા દરમિયાન ગુજરાતના યુવાનોને 10 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન કર્યું છે. જેના પરિણામે ભાજપના નેતાઓએ તેમનો ઘેરા કર્યો છે અને આપ પર વળતા પ્રહારો શરૂ કરી દીધા છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા લગભગ 75 વર્ષની દરમિયાન કુલ 5.6 લાખ સરકારી નોકરીની સંખ્યા સામે આવી છે. તેવામાં અરવિંદ કેજરીવાલે જે પ્રમાણે 10 લાખ સરકારી નોકરીનું વચન આપ્યું છે એને જોતા ચર્ચાનો મુદ્દો બની ગયો છે.

BJP ગુજરાતના સ્ટેટ હેડ યજ્ઞેશ દવેએ ટ્વીટ કરીને રેવડીલાલ સામે નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે રેવડીલાલ હવે નવી કોપી પેસ્ટ રણનીતિ સાથે આવી ગયા છે. તેમણે 5 વર્ષમાં જ સરકારી નોકરીની સંખ્યા બમણી કરવાનું વચન આપતા ચકચાર મચી જવા પામી છે. આ દર્શાવે છે કે તે જ્યાં જાય છે ત્યાં 10 લાખ સરકારી નોકરીનું વચન આપતા ફરે છે. આ પ્રમાણેની કોપી પેસ્ટ રણનીતિ કે મોડલથી લોકો જાણકાર જ છે.

    follow whatsapp

    ADVERTISEMENT