TATA ગ્રુપના પૂર્વ ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું અમદાવાદ-મુંબઇ હાઇવે પર અકસ્માતમાં મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનુ માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે. મુંબઇ નજીક પાલઘરમાં કાસા નજીક મુંબઇ-અમદાવાદ હાઇવે પર આ દુર્ઘટના થઇ હતી. પ્રાથમિક માહિતીમાં મિસ્ત્રીની મર્સિડિઝ ગાડી રોડ ડિવાઇડર સાથે અથડાઇ હતી. કારમાં કુલ 4 લોકો બેઠેલા હતા. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે, મિસ્ત્રી સહિત કુલ 2 લોકોનાં મોત નિપજ્યાં હતા. દુર્ઘટના બાદ મિસ્ત્રીને હોસ્પિટલ લઇ જવાયા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ગાડીનો અકસ્માત એટલો ગંભીર કે એરબેગના પણ ફુરચા ઉડી ગયા
મિસ્ત્રી પોતાના ત્રણ સાથીઓ સાથે MH-47-AB-6705 BMW ગાડીમાં નવસારીથી મુંબઇ જઇ રહ્યા હતા. અકસ્માત બપોરે સાડા ત્રણ વાગ્યે અમદાવાદથી મુંબઇના રસ્તે સૂર્યા નદીના પુલ પર થયો હતો. દુર્ઘટનામાં બે લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય બે લોકો હજી પણ ગંભીર હાલતમાં છે. જેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. જો કે એકસ્માત એટલો ગંભીર હતો કે, બંન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ગાડીની સીટો પણ ખસીને છેક આગળ સુધી આવી ગઇ હતી.

ADVERTISEMENT

શાપુરજી પાલોનજી ગ્રુપના પ્રમુખ છે સાયરસ મિસ્ત્રી
સાયરસ પાલોનજી મિસ્ત્રીનો જન્મ 4 જુલાઇ 1968 ના રોજ થયો હતો. તેઓ શાપૂરજી પાલોનજી ગ્રુપના પ્રમુખ પાલોનજી મિસ્ત્રીના સૌથી નાના પુત્ર હતા. મુંબઇથી કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કુલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો અને ત્યાર બાદ સિવિલ એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેઓ લંડન ગયા હતા. લંડન બિઝનેસ સ્કુલમાં મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. 1991 માં તેમણે પોતાનો ફેમિલી બિઝનેસ જોઇન કર્યો હતો.

બિઝનેસ ક્ષેત્રમાં ખુબ જ મોટુ છે શાપુરજી ગ્રુપ
1994 માં શાપુરજી પાલોનજી ગ્રુપના ડાયરેક્ટર બનાવાયા છે. તેમના નેતૃત્વમાં કંપની ભારતના સૌથી ઉંચા રેસિડેન્શિયલ ટાવર, સૌથી લાંબો રેલવે પુલ અને સૌથી મોટા પોર્ટનું પણ નિર્માણ કર્યું છે. પાલોનજી ગ્રુપ કાપડથી માંડીને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, બિઝનેસ અને ઓટોમેશન સહિત અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલો છે. બે મહિના પહેલા જ સાયરસના પિતા અને બિઝનેસ ટાયકુન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે નિધન થયું હતું. હાલ તેમના પરિવારમાં તેમના માતા પાટ્સી પેરિન ડુબાસ, શાપુર મિસ્ત્રી અને બે બહેનો લૈલા મિસ્ત્રી અને અલૂ મિસ્ત્રીનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT