પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફને ફ્રાન્સમાં પડી ગાળો, અફઘાનિસ્તાનના વ્યક્તિએ પત્ની સામે આબરૂ કાઢી
અમદાવાદ : વીડિયોમાં પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ બાજવા પોતાની પત્ની સાથે બેઠા છે. ત્યારે જ એક અફઘાન વ્યક્તિ ત્યાં પહોંચે છે અને તેમની સાથે દુર્વ્યવહાર…
ADVERTISEMENT
અમદાવાદ : વીડિયોમાં પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ બાજવા પોતાની પત્ની સાથે બેઠા છે. ત્યારે જ એક અફઘાન વ્યક્તિ ત્યાં પહોંચે છે અને તેમની સાથે દુર્વ્યવહાર કરવા લાગે છે. અફઘાન યુવકે પાકિસ્તાન આર્મી પર માનવાધિકારના ઉલ્લંઘન, દુર્વ્યવહાર અને અફઘાનિસ્તાનને નષ્ટ કરવા માટે તાલિબાનને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો હતો. આ વીડિયો ફ્રાન્સની એનીસી વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે.
પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ફ્રાંસનો હોવાનો વિવિધ માધ્યમોમાં દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યાં બાજવા પોતાની પત્ની સાથે બેઠા છે. તેઓ હાલ ફ્રાંસમાં રજાઓ ગાળવા માટે પહોંચેલા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, બાજવા પોતાની પત્ની સાથે એક જગ્યાએ સીડી પર બેઠા છે. ત્યારપછી એક વ્યક્તિ તેની પાસે આવે છે અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગે છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિ અફઘાનિસ્તાનનો છે. જે બાજવા પર અફઘાનિસ્તાનમાં જેહાદ ફેલાવવાનો આરોપ લગાવે છે. તેના પર બાજવા કહે છે કે તે હવે પાકિસ્તાનના આર્મી ચીફ નથી અને આ વર્તન પર પોલીસને બોલાવશે. જેથી ઉશ્કેરાઇ જઇને તે યુવક પશ્તો ભાષામાં ગાળો આપવાનું શરૂ કરે છે. રિપોર્ટ અનુસાર, અફઘાન યુવકે પાકિસ્તાની સેના પર માનવાધિકાર ઉલ્લંઘન, દુર્વ્યવહાર અને અફઘાનિસ્તાનને તબાહ કરવા માટે તાલિબાનને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો હતો.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, 2022માં બાજવાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. નવેમ્બર 2022 માં પાકિસ્તાનના લશ્કરી વડા હતા. તેમણે નવેમ્બર 2016માં પદ સંભાળ્યું અને ઓગસ્ટ 2019માં તત્કાલિન વડાપ્રધાન ઈમરાન ખાને તેમનો કાર્યકાળ લંબાવ્યો હતો. ઈમરાને બાજવા પર દેશને વિનાશની આરે લાવવાનો જ નહીં પરંતુ હત્યાનો પણ આરોપ લગાવ્યો હતો. જો કે બાજવાએ પોતાના વિદાય સંબોધનમાં સ્વીકાર્યું કે, સેનાએ રાજકીય બાબતોમાં હસ્તક્ષેપ કર્યો હતો, જેની પાછળથી ટીકા કરવામાં આવી હતી.
ADVERTISEMENT