Mahua Moitra : લક્ઝરી કાર, 2 કરોડ રોકડ ; મહુઆ મોઇત્રા પર એથિક્સ કમિટીના રિપોર્ટમાં મોટો ખુલાસો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ethics panel report on Mahua Moitra tabled in Lok Sabha : એથિક્સ કમિટીએ સંસદમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા પર પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. મહુઆ મોઇત્રા પર રોકડના બદલામાં સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ લાગ્યો છે. આ મામલે રજૂ કરાયેલા રિપોર્ટમાં મહુઆની લોકસભાની સદસ્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ રિપોર્ટમાં મહુઆ મોઇત્રા પરના આરોપોની વિગતવાર માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહુઆ મોઇત્રાએ સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી ભેટ લીધી હતી. તેણે એક કાર ઉપરાંત 2 કરોડ રૂપિયાની રોકડ રકમ પણ સ્વીકારી હતી.આ ભેટો અને રોકડના બદલામાં મહુઆ મોઇત્રા પર સંસદમાં ગૌતમ અદાણી અને પીએમ નરેન્દ્ર મોદી સાથે સંબંધિત પ્રશ્નો પૂછવાનો આરોપ છે.

 

એથિક્સ કમિટિના રિપોર્ટ બાદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીમાં વધારો

આજે બપોરે 12 વાગ્યે એથિક્સ કમિટિનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. હવે આ મુદ્દે સંસદમાં ચર્ચા થવાની છે અને તેમનું સભ્યપદ રદ કરવાનો પ્રસ્તાવ પસાર થઈ શકે છે. મહુઆ પર એથિક્સ કમિટીના રિપોર્ટની રજૂઆત બાદ ગૃહમાં ભારે હોબાળો થયો અને કાર્યવાહી સ્થગિત થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહુઆ મોઇત્રા પર લાગેલા લાંચના આરોપો સીધા સાબિત થયા છે અને તેને ફગાવી શકાય નહીં. રિપોર્ટમાં અનુસાર બિઝનેસમેન પાસેથી ગિફ્ટ લેવી અને તેને તમારા હાઉસ લોગ-ઇનની વિગતો આપવીએ ખોટું છે અને સંસદીય આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.

ADVERTISEMENT

BSP સાંસદ દાનિશ અલીએ મહુઆનો બચાવ કર્યો

વધુમાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સાંસદ મહુઆ મોઇત્રાને 17મી લોકસભામાંથી હાંકી કાઢવામાં આવી શકે છે. આ સિવાય કમિટીએ ભલામણ કરી છે કે મહુઆ સામેના આરોપોની વ્યાવસાયિક એજન્સીઓ દ્વારા તપાસ થવી જોઈએ અને તેમાં મની ટ્રેઈલ ટ્રેસ થવી જોઈએ. સમિતિએ કહ્યું કે મહુઆ મોઇત્રા વિરુદ્ધ તપાસ નિર્ધારિત સમયની અંદર પૂર્ણ થવી જોઈએ. મહુઆ મોઇત્રા વિરુદ્ધ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે અને તેના પર ગૃહમાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન BSP સાંસદ દાનિશ અલીએ મહુઆનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે સમિતિએ અઢી મિનિટમાં રિપોર્ટ સ્વીકાર્યો આ ખોટું છે અને બીજા પક્ષને સાંભળ્યા વિના કાર્યવાહી ન કરવી જોઈએ. તેમના સિવાય કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ મહુઆ મોઇત્રા પર રજૂ કરાયેલા રિપોર્ટ પર ચર્ચા કરવાનું કહ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT