‘હું મોદીનો ફેન છું…’ એલન મસ્કે ન્યૂયોર્કમાં PM મોદી સાથે મુલાકાત બાદ કર્યા ભરપેટ વખાણ
ન્યૂૂયોર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસીય અમેરિકાના પ્રવાસે છે. મંગળવારે ન્યૂયોર્ક પહોંચેલા પીએમ મોદી આગામી કેટલાક દિવસો દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં…
ADVERTISEMENT
ન્યૂૂયોર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસીય અમેરિકાના પ્રવાસે છે. મંગળવારે ન્યૂયોર્ક પહોંચેલા પીએમ મોદી આગામી કેટલાક દિવસો દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ દરમિયાન ટ્વિટરના સીઈઓ ઈલોન મસ્ક પીએમ મોદીને મળ્યા હતા. એલન મસ્કે લોટે ન્યૂયોર્ક પેલેસ હોટેલમાં પીએમ મોદીને મળ્યા બાદ ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આવતા વર્ષે ભારતની મુલાકાત લેશે.
પોતાને મોદીના પ્રશંસક ગણાવતા એલોન મસ્કે કહ્યું કે, હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. હું કહી શકું છું કે પીએમ મોદી ભારત માટે યોગ્ય વસ્તુઓ કરવા માંગે છે. નવી કંપનીઓ અંગે તેમનો અભિગમ ખૂબ જ ઉદાર છે. તે પોતાના દેશમાં નવી કંપનીઓને ખુલ્લા હાથે આવકારવા માંગે છે. હું મોદીનો ચાહક છું. મસ્કે PM મોદી સાથે મુલાકાત વિશે વાત કરતા જણાવ્યું કે, આ વાતચીત ખૂબ જ સારી રહી. ખૂબ સારી વાતચીત હતી. હું આગલા વર્ષે ભારત આવવાની યોજના બનાવી રહ્યો છું.
#WATCH | Tesla and SpaceX CEO Elon Musk, says "I can say he (PM Modi) really wants to do the right things for India. He wants to be open, he wants to be supportive of new companies and make sure it accrues to India's advantage… I'm tentatively planning to visit India again next… pic.twitter.com/7Et2nIX3ts
— ANI (@ANI) June 20, 2023
ADVERTISEMENT
ભારતમાં રોકાણ કરો
પીએમ મોદી સાથેની મુલાકાત વિશે પૂછવા પર મસ્કે કહ્યું કે, મોદી તેમના દેશની ખૂબ ચિંતા કરે છે. એટલા માટે તેઓ ભારતમાં રોકાણ કરવા માટે ખૂબ જ સક્રિય છે. અમે પણ ભારતમાં રોકાણની તકો શોધી રહ્યા છીએ. અમે ફક્ત યોગ્ય સમય શોધી રહ્યા છીએ. મસ્કે કહ્યું કે, તે ભારતમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક લાવવા માંગે છે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં એવા લોકોને મદદ મળશે જેમની પાસે ઈન્ટરનેટ નથી.
ઈલોન મસ્કે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે, હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. પીએમ મોદી તેમના દેશ માટે ખૂબ પ્રેમ અને કાળજી રાખે છે. એટલા માટે તેઓ અમને ભારતમાં રોકાણ કરવા પ્રેરણા આપે છે.
ADVERTISEMENT
આ સાથે ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા એલન મસ્કે ટ્વિટરના પૂર્વ CEO જેક ડોર્સીના ખેડૂત આંદોલનને લઈને કરાયેલા દાવા પર મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ટ્વિટર પાસે સ્થાનિક સરકારની વાત માનવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો. જો આપણે સ્થાનિક સરકારના કાયદાનું પાલન ન કરીએ તો અમને બંધ કરી દેવામાં આવશે. અમે અમેરિકાના નિયમો સમગ્ર દુનિયામાં લાગુ ન કરી શકીએ. અમે નિયમ અંતર્ગત યથાસંભવ ફ્રી સ્પીચ આપવાનો પૂરો પ્રયાસ કરીશું.
ADVERTISEMENT
ADVERTISEMENT