Blue Tick વેચી રહ્યા છે Elon Musk, હવે પોતાના માટે ઓર્ડર કર્યું 646 કરોડનું જેટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરને 44 અબજ ડોલરમાં ખરીદ્યા પછી દુનિયાના સૌથી ધનીક વ્યક્તિ એલન મસ્કે એક વધુ મોટી ખરીદી કરી છે. ટ્વીટરના નવા બોસે પોતાના માટે એક મોંઘા અને લક્ઝરી જેટનો ઓર્ડર આપ્યો છે. આ પ્રાઈવેટ જેટની કિંમત 78 મિલિયન ડોલર એટલે કે 6 અબજ રૂપિયાથી વધારે હોવાનું કહેવાય છે.

ગલ્ફસ્ટ્રીમ G700 જેટનો ઓર્ડર આપ્યો
Austoniaને ટાંકીને બિઝનેસ ઈનસાઈડરના અહેવાલમાં આ ખરીદીનો ખુલાસો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ટેસ્લા, સ્પેસએક્સ અને ટ્વિટર જેવી કંપનીઓના માલિક એલન મસ્ક પ્રાઈવેટ જેટના મોટા ચાહક છે અને હવે તેમણે પોતાના પ્લેનના કલેક્શનમાં એક નવા મહેમાનને ઉમેરવાનું મન બનાવી લીધું છે. રિપોર્ટ અનુસાર તેમણે પોતાના માટે ગલ્ફસ્ટ્રીમ G700 જેટનો ઓર્ડર આપ્યો છે.

2019 માં લોન્ચ કરવામાં આવી હતી
G700 એ ગલ્ફસ્ટ્રીમ લક્ઝરી અને તદ્દન નવું જેટ છે. તેને ઓક્ટોબર 2019માં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, એલન મસ્ક તેમની મોટાભાગની નિયમિત મુસાફરી વિમાનો દ્વારા કરે છે. વર્ષ 2018 માં, વિશ્વના આ સૌથી મોટા અબજોપતિએ તેમના G650ER જેટ દ્વારા લગભગ 150,000 માઇલની મુસાફરી કરી. જોકે, આ નવા જેટની ખરીદીને લઈને એલન મસ્ક કે તેમની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા દ્વારા હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

ADVERTISEMENT

19 લોકો માટે બેઠક
સૌથી નવા ગલ્ફસ્ટ્રીમ એરક્રાફ્ટમાંથી એક, G700 તેની વિશેષતાઓ અને વૈભવી સુવિધાઓ માટે પણ જાણીતું છે. જો કે, તેને ઉડાવવાની કિંમત પણ ઘણી વધારે છે. લિબર્ટી જેટના અહેવાલ મુજબ, લગભગ 400 કલાક ઉડાન ભરવા માટે $3.5 મિલિયનનો ખર્ચ થાય છે. હવે વાત કરીએ તેના ફીચર્સ વિશે તો આ પ્રાઈવેટ જેટમાં 19 લોકો બેસી શકે છે. ગલ્ફસ્ટ્રીમ અનુસાર, તેની લંબાઈ 109 ફૂટ 10 ઈંચ અને ઊંચાઈ 25 ફૂટ પાંચ ઈંચ છે. તેની મહત્તમ રેન્જ 7,500 નોટિકલ માઈલ છે અને જેટ જ્યોર્જિયાથી જીનીવા સુધીનું અંતર 7 કલાક 37 મિનિટમાં કાપે છે. આ સિવાય તેમાં વાઈ-ફાઈ સિસ્ટમ, 20 બારીઓ અને બે મોટા ટોઈલેટ છે. આ સિવાય એન્ટરટેઈનમેન્ટ સ્યુટ અને ડાઈનિંગ એરિયા સામેલ છે.

    follow whatsapp

    ADVERTISEMENT