અલ-નીનોની સંભાવનાને કારણે ભારતમાં દુકાળનો ભયઃ રિપોર્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ અમેરિકન એજન્સી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન દ્વારા અનુમાન લગાવાયું છે જે ભારતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર બન્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાં વ્યવસ્થિત ચોમાસુ નીકળ્યા પછી હવે લી-નીના વિદાય લેશે તો પછી આગામી ત્રણ મહિના ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે એનસો-ન્યૂટ્રલ સ્થિતિ રહેશે. અવલોકનમાં એજન્સીને પૂર્વાનુમાન દરમિયાન મે-જુલાઈની વચ્ચે અલ-નીનોની અસર દેખાઈ શકે છે.

BBC કાર્યવાહીઃ કેનેડામાં રામ મંદિર બહાર લખાયા મોદી વિરોધી સૂત્રો

60 ટકા શક્યતા દુકાળ પડવાનીઃ અનુમાન
ભારતમાં જુનથી સપ્ટેમ્બરના ગાળા દરમિયાન ચોમાસું ગણવામાં આવે છે. ખાનગી એજન્સીના તજજ્ઞો દ્વારા ભારતના ચોમાસાને લઈને જે આશંકા વ્યક્ત કરવામાં આવી છે તેમાં અલ નીનોનું વર્ષમાં દુકાળ પડવાની શક્યતા 60 ટકા છે, સામાન્યથી ઓછા વરસાદની શક્યતાઓ 30 ટકા અને 10 ટકા સંભાવના સામાન્ય વરસાદની છે. અલ-નનીનોની સ્થિતિ એવી છે કે જેમાં પેસિફિક સમુદ્રમાં સપાટી ગરમ થઈ જાય છે અને 26 વર્ષમાં 5 વખત અલ-નીનો ઈફેક્ટ ઊભી થાય છે. જે પૈકી 4 વખત દુકાળ પડ્યો હતો.

ગર્લફ્રેન્ડનું મર્ડર કરી ફ્રીઝમાં મુકી લાશ, પછી કર્યા લગ્ન… નિક્કી હત્યાકાંડમાં મોટા ખુલાસા

પૂર્વાનુમાનમાં 4 મહિનાથી વધુની ચોકસાઈ ઘણી ઓછી
સ્કાયમેટ વેધર એજન્સીના પ્રમુખ જી પી શર્મા કહે છે કે, હવે અલ-નીનો ઈફેક્ટને લઈને આવનારા 9 મહિનાનું પૂર્વાનુમાન શક્ય છે, પણ 4 મહિનાથી વધુની ચોકસાઈ ઘણી ઓછી હોય વર્ષ 2004, 2009, 2014 અને 2018માં પૂર્વાનુમાન થયું તે આ વર્ષ પ્રમાણેનું જ હતું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT