‘વિષકન્યા’ અને ‘નાલાયક’: ચૂંટણી પંચે ભાજપ-કોંગ્રેસના સ્ટાર નેતાઓ પાસે માગ્યો જવાબ
સંજય શર્મા.નવી દિલ્હીઃ ચૂંટણી દરમિયાન નેતાઓ પોતાના મોંઢામાંથી ઝેર ઓકવામાં કશું જ બાકી મુકતા નથી. કોઈ ધર્મનું ઝેર નાખીને જાય છે તો કોઈ નાહકનો વાણીવિલાસ…
ADVERTISEMENT
સંજય શર્મા.નવી દિલ્હીઃ ચૂંટણી દરમિયાન નેતાઓ પોતાના મોંઢામાંથી ઝેર ઓકવામાં કશું જ બાકી મુકતા નથી. કોઈ ધર્મનું ઝેર નાખીને જાય છે તો કોઈ નાહકનો વાણીવિલાસ કરી દે છે. લોકો પર તેની શું અસર પડે છે તે કોઈ જાણતું નથી તેવું પણ નથી, લોકો પર તેની નેગેટિવ કે પોઝિટિવ અસર અંગે પણ આ નેતાઓ બિલકુલ સજાગ હોય છે. ભાગ્યે જ કોઈ નેતાની જીભ લપસતી હોય છે. બાકી સભાનતામાં કાનમાં ખીલ્લા ભોંકાઈ જાય તેવા શબ્દો પ્રયોગ થતા હોય છે. ચૂંટણી પંચ પર ઘણા સમયથી આવી સ્પીચને લઈને કાદવ ઉછળ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ હેટ સ્પીચને લઈને કડક વલણ અપનાવવા કહ્યું છે ત્યારે આજે બુધવારે ચૂંટણી પંચે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારમાં સકંજો કસવાનો શરૂ કરી દીધો છે.
ચૂંટણી પંચે શું કર્યું
ચૂંટણી પંચે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન જનસભાઓમાં ગમેતેવા અને બેજવાબદાર નિવેદનોને લઈને નેતાઓ પર સકંજો કસવાનો શરૂ કર્યો છે. પોતાના ભાષણમાં વિરોધી નેતાઓના માટે વિષકન્યા અને નાલાયક જેવા શબ્દોનો પ્રયોગ કરવાના આરોપમાં આ નોટિસ મોકલવામાં આવી છે. એડવાઈઝરી જાહેર કરવાના બીજા જ દિવસે ચૂંટણી પંચે કોંગ્રેસ અને ભાજપના સ્ટાર પ્રચારકોને કારણ દર્શક નોટિસ આપી છે.
EXCLUSIVE: ધોનીના સંન્યાસ અંગે સૌથી મોટા સમાચાર, નિવૃતીનું કોઈ આયોજન નથી
કયા નેતાને અપાઈ નોટિસ
ચૂંટણી પંચ પ્રમાણે બીજાપુર શહેરથી ભાજપના ઉમેદવાર અને પાર્ટીના સ્ટાર પ્રચારક બાસન ગૌડા આર પાટિલ અને કોંગ્રેસના ચિત્તપુર વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર પ્રિયાંક ખડગેને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. 4 મે એટલે કે ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધી બંનેએ પોતાના જવાબ આપવાના રહેશે. સમય પર જવાબ દાખલ ન કરવા પર કાર્યવાહી કરવાની પણ ચેતાવણી પંચે આપી દીધી છે. ભાજપના સ્ટાર પ્રચારક અને ઉમેદવાર બાસન ગૌડા પાટિલે કોપ્પલ જિલ્લાના યાલબુર્ગ વિસ્તારમાં જનસભામાં કહ્યું હતું કે આપણા દેશના પ્રધાનમંત્રીને તે નાગરા હાઉ એટલે કે ઝેરીલો નાગ કહે છે, પણ તેમની પાર્ટી (કોંગ્રેસ) જેના ઈશારાઓ પર નાચી રહી છે તે તેમની નેતા સોનિયા ગાંધી તો વિષકન્યા છે.
ADVERTISEMENT
કોંગ્રેસના નેતાએ શું કહ્યું હતું
આ ઉપરાંત ચૂંટણી પંચને એ પણ ફરિયાદ મળી છે કે કોંગ્રેસના નેતા પ્રિયાંક ખડગેએ 30 એપ્રિલે કલબુર્ગીની જનસભામાં પ્રધાનમંત્રી માટે કહ્યું હતું કે, એવો નાલાયક પુત્ર બેઠો છે કેવું હશે ભાઈ? ઘર કેવી રીતે ચાલશે. નેતાઓના આ પ્રકારના નિવેદનોને લઈને લોકો પર તેમની હેટ સ્પીચનો કેવો પ્રભાવ રહેશે તે પણ જોવું એટલું જ જરૂરી છે. ચૂંટણી પંચે આ બંને નેતાઓને હાલ કારણ દર્શક નોટિસ આપી છે. હવે જોવાનું છે કે નેતાઓ આ અંગે શું જવાબ આપે છે અને આ નેતાઓ સામે બાદમાં ચૂંટણી પંચ શું એક્શન લેશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT