શંકરસિંહ વાઘેલા BJP અને શિવસેનાનું પુન:મિલન કરાવશે? અચાનક ઉદ્ધવ સાથે મુલાકાત બાદ પ્રેસકોન્ફરન્સ

ADVERTISEMENT

Shankarsinh meet udhav thakre
Shankarsinh meet udhav thakre
social share
google news

અમદાવાદ : વડાપ્રધાન મોદીના કટ્ટર વિરોધી એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા મંગળવારે ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીએ મુલાકાત માટે પહોંચ્યા હતા. આ બેઠકમાં તેમની સાથે શિવસેનાના નેતા સંજય રાઉત, વિપક્ષી નેતા અંબાદાસ દાનવે પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ મુલાકાત બાદ ચર્ચાઓ થઈ રહી છે કે, આખરે આ બેઠકમાં શું ચર્ચાઓ થઈ હોઇ શકે છે. શંકરસિંહ વાઘેલા રાજનીતિમાંથી લગભગ સંન્યાસ લઇ ચુક્યા છે. જો કે હવે તેઓ વિવિધ મુલાકાતો દ્વારા ચર્ચામાં રહેવાનું ચુકતા નથી. અગાઉ આનંદીબેન પટેલ અને સપા નેતા અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકે પણ રાજનીતિક હડકંપ પેદા કર્યો હતો. તો હવે ઉદ્ધવ સાથે બેઠક કરીને ફરી એકવાર ચર્ચા જગાવી છે. આ બેઠકને લઈને ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફ્રેન્સ પણ કરી હતી.

મીડિયા સાથે વાતચીત કરતા તેમણે શંકરસિંહ વાઘેલા સાથેની મુલાકાત મુદ્દે માહિતી આપી હતી. ઠાકરેએ કહ્યું કે, બેઠકમાં કોઈ જ ચર્ચા નથી થઈ. પરંતું તેઓ ભાજપમાં હતા ત્યારના દિવસ યાદ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ એ સમય હતો જ્યારે શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં રહેતા બળવો કર્યો હતો. તે સમયે ન્યૂઝ ચેનલ્સે સમાચાર પ્રસારિત કર્યા હતા કે શંકરસિંહ વાઘેલા માતોશ્રી ખાતે બાળાસાહેબ ઠાકરેને મળવા માટે રવાના થયા છે. ઠાકરેએ આ મુદ્દે પોતાની પ્રેસવાર્તામાં કહ્યું કે આ સમયે ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજન અચાનક માતોશ્રી પહોંચ્યા હતા. બાળાસાહેબે ત્યારે મહાજનને પૂછ્યું કે અચાનક આવવાનું કોઇ ખાસ પ્રયોજન ? જેના જવાબમાં મહાજને કહ્યું કે, વાઘેલા ગુજરાત છોડીને માતોશ્રી આવી રહ્યા છે તેવા સમાચાર છે.

જો કે મહારાષ્ટ્રમાં આપણું (ભાજપ અને શિવસેના) ગઠબંધન છે તેવામાં તમે તેની સાથેમુલાકાત ન કરો તે યોગ્ય ગણાશે. આ મુદ્દે બાળાસાહેબે કહ્યું હતું કે મને ખબર છે કે સેના અને ભાજપના ગઠબંધનમાં શું કરવું અને શું ન કરવું. ચિંતા ન કરશો અને મને કહેવાની જરુર નથી. ટૂંકમાં આ સમગ્ર વાત જણાવીને ઉદ્ધવ ઠાકરેનું કહેવું હતું કે શિવસેના તે સમયે ભાજપ પ્રત્યે કેટલી વફાદાર અને પ્રામાણિક રહી હતી અને એ જ ભાજપે તેના સાથે દગો કર્યો. આમ આ વાત કરીને ઉદ્ધવ ઠાકરેએ શંકરસિંહ વાઘેલાના બહાને ભાજપ પર નિશાન સાધ્યું હતું.

ADVERTISEMENT

મહત્વનું છે કે, આ અગાઉ શંકરસિંહ વાઘેલા અન્ય કેટલાય નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. હાલમાં જ તેમણે આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી. તો તે પહેલા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી. 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા શંકરસિંહ વાઘેલાનું આ રીતે નેતાઓ સાથેની મુલાકાતે ચર્ચાઓ જગાવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT