કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની અકડના કારણે ભુખે મરવાનો વારો, ઘઉના 12 હજાર રૂપિયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કરાંચી : પાકિસ્તાનની આર્થિક સ્થિતિ હાલ એટલી ખરાબ છે કે તેની પાસે ખાવા ખીચડી પણ રહી નથી. ત્રણ અઠવાડીયા સુધી આયાત કરી શકે તેટલા જ પૈસા બચ્યા છે. જો કે દેશમાં હાલ ઘઉં, ખાંડ સહિતની જીવન જરૂરી વસ્તુઓની ભારે કટોકટી સર્જાઇ છે. ઘઉ, ચોખા, ઘી સહિત અનાજ અને શાકભાજીની ભારે સમસ્યા છે. પાકિસ્તાન આ તમામ વસ્તુ પહેલા ભારત પાસેથી આયાત કરતું હતું. જેના કારણે તેને આ તમામ વસ્તુ પ્રમાણમાં સસ્તી પણ પડતી હતી અને વસ્તુઓની ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ ખુબ જ ઓછી રહેતી હતી.

કાશ્મીરમાં 370 નાબુદ થયાના વિરોધમાં વ્યાપારીક સંબંધો કાપ્યા
જો કે કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કર્યાના વિરોધમાં ભારત સાથેના તમામ વ્યાપારીક સંબંધો તોડી નાખ્યા. જો કે આ પગલું ભરીને તેણે પોતે જ કુહાડા પર પગ માર્યો. હવે જીવન જરૂરી વસ્તુઓ તેને યુએઇ, બ્રાજીલ, ઇજીપ્ત, સિંગાપુર અને રશિયા જેવા દેશોમાંથી આયાત કરવી પડે છે. જ્યાં ન માત્ર ચુકવણું ડોલરમાં કરવું પડે છે પરંતુ સાથે સાથે ભારતની તુલનાએ ખુબ જ મોંઘુ પણ પડે છે. અધુરામાં પુરૂ ત્યાંથી આ વસ્તુઓનો શિપિંગ ચાર્જ પણ તેને ખુબ જ મોંઘો પડે છે.

પાકિસ્તાન બમણા કરતા પણ વધારે કિંમતે ઘઉ ખરીદવા મજબુર
પહેલા જે કિંમતે પાકિસ્તાન ઘઉ, શાકભાજી સહિતની જીવન જરૂરી વસ્તુઓ ખરીદતું હતું તેનાથી બમણા ભાવે તેણે આ બધુ ખરીદવું પડી રહ્યું છે. આ ઉપરાંત ડોલર સામે નબળો પડેલો પાકિસ્તાની રૂપિયો પણ સમસ્યા વધારી રહ્યો છે. પાકિસ્તાન હાલ તો રશિયા પાસેથી 75 લાખ ટન ઘઉ આયાત કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વધી ગયેલા ઘઉના ભાવની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ભારત, યુએઇ, કતર, ઓમાન, શ્રીલંકા વગેરે દેશોને ખુબ જ ઓછી કિંમતે ઘઉ વેચી રહ્યું છે. જેથી પાકિસ્તાનને પારકી પંચાત કરવું ભારે પડી રહ્યું છે.

ADVERTISEMENT

પાકિસ્તાની નાગરિકોનો ભુખે મરવાનો વારો આવ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં પુરના સંકટ બાદ હવે આર્થિક સંકટ પેદા થઇ ચુક્યું છે. ઉપરાંત રાજકીય અસ્થિરતાના કારણે લોકોને ભુખે મરવાનો વારો આવ્યો છે. એક કિલો ઘઉના લોટની કિંમત 160 રૂપિયા ચુકવવા પડી રહ્યા છે. સરકાર ગરીબ લોકોને 10 કિલો ઘઉનું પેકેટ આપે છે જેની કિંમત 650 રૂપિયા છે. પાકિસ્તાનમાં હાલ ઘઉની એક બોરીની કિંમત 12,500 રૂપિયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT