દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ પર ડ્રોન ઉડતું દેખાતા હડકંપ મચ્યો, SPG અને પોલીસ એક્શનમાં
નવી દિલ્હી: સોમવારે સવારે વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડ્યું હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. એસપીજીએ આ અંગે દિલ્હી પોલીસને જાણ કરતાં જ તમામ…
ADVERTISEMENT
નવી દિલ્હી: સોમવારે સવારે વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડ્યું હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. એસપીજીએ આ અંગે દિલ્હી પોલીસને જાણ કરતાં જ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સવારે લગભગ 5 વાગ્યે, એસપીજીએ આ સંબંધમાં નવી દિલ્હી પોલીસને જાણ કરી, ત્યારબાદ નવી દિલ્હી વિસ્તારમાં તમામ અધિકારીઓ અને ભારે દળોએ ડ્રોનની શોધ શરૂ કરી.
હજુ સુધી કોઈ ડ્રોન પકડાયું નથી અને પોલીસના હાથ ખાલી છે. આ ડ્રોન કોનું છે અને પીએમ આવાસ સુધી કેવી રીતે પહોંચ્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે પીએમનું નિવાસસ્થાન અને તેની આસપાસનો વિસ્તાર નો ફ્લાઈંગ ઝોનમાં આવે છે.
લુટિયંસ ઝોનમાં આવેલો છે બંગલો
ભારતના વડા પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન બંગલો નંબર 7 છે, જે રાજધાની દિલ્હીના લુટિયંસ ઝોનના લોક કલ્યાણ માર્ગ પર સ્થિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી અહીં રહે છે. વડા પ્રધાનના નિવાસસ્થાનનું સત્તાવાર નામ ‘પંચવટી’ છે. તે 5 બંગલાઓને જોડીને બનાવવામાં આવ્યો છે. 7 લોક કલ્યાણ માર્ગ (અગાઉ 7 RCR) પર રહેતા પ્રથમ વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. તેઓ 1984માં અહીં આવ્યા હતા.
ADVERTISEMENT
આ ઘર 12 એકરમાં બનેલું છે. તે વર્ષ 1980 માં બનાવવામાં આવ્યું હતું. આ રહેઠાણમાં એક નહીં પરંતુ 5 બંગલાનો સમાવેશ થાય છે, જેમાં વડાપ્રધાન કાર્યાલય-કમ-નિવાસ વિસ્તાર અને સુરક્ષા સંસ્થાનો સમાવેશ થાય છે- જેમાંથી એક સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) અને બીજું ગેસ્ટ હાઉસ છે.
ADVERTISEMENT