Ayodhya Of The South: ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણ સાથે જોડાયેલી મંદિરની અનોખી દંતકથા, શું તમને ખબર છે?
Ayodhya Of The South: દેશમાં ઘણા રામમંદિરો આવેલ છે, પરંતુ તેમ સાઉથમાં આવેલ એક રામમંદિર અનોખુ છે જેને સાઉથનું અયોધ્યા પણ કહેવામાં આવે છે. ભદ્રાચલમ…
ADVERTISEMENT
Ayodhya Of The South: દેશમાં ઘણા રામમંદિરો આવેલ છે, પરંતુ તેમ સાઉથમાં આવેલ એક રામમંદિર અનોખુ છે જેને સાઉથનું અયોધ્યા પણ કહેવામાં આવે છે. ભદ્રાચલમ આંધ્ર પ્રદેશના ખમ્મમ જિલ્લાનું એક શહેર છે જ્યાં ગોદાવરીના કિનારે ભગવાન રામનું ખૂબ જ જાણીતું શ્રી સીતારામ સ્વામી મંદિર આવેલ છે. એવું કહેવાય છે કે આ મંદિર એ જ સ્થાન પર બનેલું છે જ્યાં ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણ સાથે દક્ષિણમાં આવ્યા હતા.
‘દક્ષિણનું અયોધ્યા’ શું તમે જાણો છે તેના વિશે
ભદ્રાચલમનું આ શ્રી રામ મંદિર હિંદુઓની આસ્થા સાથે ખૂબ જ ઊંડે સુધી સંકળાયેલું એક મુખ્ય ધાર્મિક સ્થળ છે. ભક્તો આ સ્થાનને દક્ષિણનું અયોધ્યા પણ કહે છે. પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન રામ આ સ્થાન પર વનવાસના સમયગાળામાં ઝૂંપડી બનાવીને લાંબા સમય સુધી રહ્યા હતા.
આ જગ્યા પાછળ જોડાયેલી છે કેટલીક દંતકથા
પર્ણશાળા નામની જગ્યા આજે પણ અહીં છે જ્યાં રામજીએ ઝૂંપડી બાંધી હતી. અહીં હાજર કેટલાક ખડકો વિશે એવી દંતકથા છે કે સીતાજીએ તેમના વનવાસ દરમિયાન અહીં તેમના કપડા સુકવ્યા હતા. કેટલીક માન્યતાઓ અનુસાર રાવણે અહીંથી સીતાજીનું અપહરણ કર્યું હતું. અહીંના વનવાસીઓની એક લોકવાયકા અનુસાર અહીં રામ મંદિરના નિર્માણ પાછળ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે. એવું કહેવાય છે કે ભદ્રિરેદ્દીપાલેમ ગામમાં એક વનવાસી સ્ત્રી, ભગવાન રામની દમ્માક્કા નામની ભક્ત રહેતી હતી.
ADVERTISEMENT
તેમને રામ નામનો દત્તક પુત્ર પણ હતો. એક દિવસ તે પુત્ર જંગલમાં ક્યાંક ખોવાઈ ગયો અને તેને શોધતી શોધતી દમક્કા જંગલમાં પહોંચી ગઈ હતી. જ્યારે તે પુત્ર રામને અવાજ આપીને બોલાવતી હતી ત્યારે તેને એક ગુફામાંથી અવાજ સંભળાયો કે માતા, હું અહીં છું. ત્યાં પહોંચીને દમ્માક્કાને રામ લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ મળી. ભક્તિથી ભરપૂર દમ્માક્કાને તે જ જગ્યાએ તેનો પુત્ર મળ્યો. આના પર દમ્માક્કાએ સંકલ્પ કર્યો કે તે આ જ જગ્યાએ શ્રી રામનું મંદિર બનાવશે. આ પછી તેણે વાંસની છત બનાવીને મંદિરની સ્થાપન કરે છે. પછી સમય જતાં તે સ્થાન વનવાસીઓમાં ભદ્રગિરિ અથવા ભદ્રાચલમ નામથી પ્રચલિત બન્યું અને તેઓએ તે જ પર્વતની ગુફામાં ભગવાન રામની પૂજા કરવાનું શરૂ કર્યું.
ADVERTISEMENT
સંત કબીરના આધ્યાત્મિક ગુરુ સાથે પણ જોડાયેલો છે ઇતિહાસ
પાછળથી આ મંદિર આંધ્રપ્રદેશના ખમ્માન જિલ્લાના ભદ્રાચલમમાં સ્થિત રામ મંદિર તરીકે પ્રખ્યાત બન્યું. આ જ કારણ છે કે ભદ્રાચલમ એ વનવાસીઓનું પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. મધ્યકાલીન સમયગાળામાં, રામ ભક્ત કાંચાલી ગોપન્ના નામના તહસીલદારે વાંસના બનેલા આ અસ્થાયી પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને તે જ જગ્યાએ પથ્થરોનું ભવ્ય મંદિર બનાવ્યું. મંદિર બનાવવાને કારણે બધા તેમને રામદાસ કહેવા લાગ્યા. કહેવાય છે કે આ રામદાસ સંત કબીરના આધ્યાત્મિક ગુરુ હતા. રામાનંદી સંપ્રદાયની દીક્ષા રામદાસ/સ્વામી રામાનંદથી શરૂ થઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT