Divya Khosla Kumar ની માતાનું નિધન, અભિનેત્રીએ લખી અત્યંત ભાવુક પોસ્ટ
Divya Khosla Kumar Mother Passed Away: બોલિવુડ અભિનેત્રી અને ફિલ્મ નિર્દેશક દિવ્યા ખોસલા કુમારના (Divya Khosla Kumar) માતાનું અવસાન થયું છે. અભિનેત્રીની માતાના નિધનથી તેઓ…
ADVERTISEMENT
Divya Khosla Kumar Mother Passed Away: બોલિવુડ અભિનેત્રી અને ફિલ્મ નિર્દેશક દિવ્યા ખોસલા કુમારના (Divya Khosla Kumar) માતાનું અવસાન થયું છે. અભિનેત્રીની માતાના નિધનથી તેઓ ખુબ જ દુખી છે. આ વાતની માહિતી આપતા તેમણે પોતાની ઇસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે. દિવ્યા ખોસલાએ ઇંસ્ટાગ્રામ પર માની સાથે કેટલીક તસવીરો શેર કરી છે. જમાં તેઓ પોતાની સાથે મસ્તી કરતા જોઇ શકાય છે. કેટલાક ફોટામાં દિવ્યા માંને ગળે લગાવેલી છે તો કોઇ પિક્ચરમાં તેની માં તેમને અને તેમના પુત્ર પર પ્રેમ વરસાવતા જોઇ શકાય છે.
માતાના નિધનથી દિવ્યા ખુબ જ વ્યથીત છે. આ દુખ તે હાલ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે. દિવ્યાએ પોતાના પોસ્ટમાં લખ્યું કે, મમ્મા થોડા સમય પહેલા મે માતાને ગુમાવી દીધા. મારા હૃદયમાં હવે હંમેશા માટે એક ખાલીપો આવી ગયો છે. હુ મારી સાથે તમારા તમારા આશિર્વાદ અને મોરલ વેલ્યુ લઇને ચાલીશ… મારી સૌથી સુંદર માં. તમારી પુત્રી બનવું મારા માટે ગર્વની વાત છે. હું તમને ખુબ જ પ્રેમ કરૂ છું માં…ઓમ શાંતિ…\
દિવ્યાની પોસ્ટ પર મોટા ભાગના સેલેબ્સે રિએક્ય કર્યું છે. મોનાલિસાએ કમેન્ટ કરતા લખ્યું કે, ઓમ શાંતિ. આ ઉપરાંત ઉર્વશી રૌતેલા, પુલકિત સમ્રાટ, માહી વિજ, ગૌતમ ગુલાટી સહિત તમામ સેલેબ્સે દિવ્યાના પોસ્ટ પર કોમેન્ટ કરતા તેમની માંની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવ્યા ખોસલા કુમારની તો આ ઇન્ડસ્ટ્રી જાણીતા નિર્માતા અને નિર્દેશક છે. દિવ્યા, ટીસીરીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ભૂષણ કુમારના પત્ની છે. દિવ્યા વર્ષ 2004 માં તેલુગુ ફિલ્મ લવ ટુડેથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેઓ હવે તુમ્હારે હવાલે વતન સાથિયો, બુલબુલ, સત્યમેવ જયતે 2 જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. અભિનેત્રીએ યારિયા અને સનમ રે ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે. દિવ્યા આ ઉપરાંત કેટલાક મ્યૂઝિક આલબમમાં પણ જોવા મળી ચુક્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT