ઘટસ્ફોટ: સરકારી ભરતીમાં ટોપરે વીડિયો બનાવી કહ્યું હાં મે 15 લાખ આપ્યા હતા

ADVERTISEMENT

MP Patvari scam Viral Video
MP Patvari scam Viral Video
social share
google news

ભોપાલ : મધ્યપ્રદેશમાં આયોજીત થયેલી પટવારીની પરીક્ષામાં થયેલા ગોટાળાના સમાચારોની વચ્ચે છઠ્ઠા નંબરની ટોપરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલો વીડિયો ટોપરે પોતે સ્વિકાર કર્યો છે કે, તેના પરિવારે 15 લાખ રૂપિયા ચુકવીને પરીક્ષામાં સિલેક્શન મેળવ્યું છે. આ ઉપરાંત તેણે લોકોને ખાસ અપીલ પણ કરી છે.

મધ્યપ્રદેશમાં પટવારીની પરીક્ષામાં ગોટાળાના આરોપો વચ્ચે પરીક્ષામાં છઠ્ઠા નંબર પર રહેલી મધુલતા ગડવાલે વીડિયોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. મધુલતા ગડવાલે એક વીડિયો બહાર પાડીને કહ્યું કે, તેમણે તેમના પરિવારે 15 લાખ રૂપિયા આપીને સિલેક્શન લીધું છે. આ વીડિયો કોંગ્રેસ પાર્ટીના હવાલાથી બહાર પાડવામાં આવ્યો છે.

AAJTAK.IN ને મળેલા આ વાયરલ વીડિયોમાં મધુલતા નામની યુવતીએ દાવો કર્યો કે, તેમનું નામ મધુલતા ગડવાલ છે. મારા પિતાનું નામ લાલપતિ રામ છે. તેમણે આગળ કહ્યું કે, મારા અંગે ચર્ચા ચાલી રહી છે કે, હું 15 લાખ આપ્યા તો તેના પર હું કહેવા માંગુ છું, હા મે 15 લાખ આપ્યા.

ADVERTISEMENT

વીડિયો જોવા માટે ક્લિક કરો…

તમને કોઇ ઓફર આપે તો તમે પણ સ્વિકાર કરશો
મે તેના માટે તૈયારી કરી હતી, જો કે ઓફર આવી એટલે મે અને મારા પિતાએ પણ સ્વિકારી હતી. તેનો અર્થ એવો જરા પણ નથી કે મે અભ્યાસ નથી કર્યો. મે પણ તૈયારી કરી. સાથે જ સ્વિકાર્યું કે, અત્યાર સુધી જે પણ થયું તેમાં મારી પણ ભુલ છે. તેણે સરકારને અપીલ કરી કે, મે ભુલ કરી છે તો મને પરીક્ષામાંથી બહાર કરી દો પરંતુ મારા કારણે અન્ય લોકોને સજા ન આપશો. સાથે જ લોકોને અપીલ છે કે, અમને લોકોને એટલા ખોટા ન સમજો, જો તમને કોઇ ઓફર કરે તો તમે પણ આવુ જ કર્યું હોત.

ADVERTISEMENT

શું છે સમગ્ર મામલો
ગુરૂવારે પટવારીની પરીક્ષાના પરિણામની જાહેરાત બાદ આરોપ લગાવાયો હતો કે, મોટા ભાગના ટોપર એક જ કોલેજમાંથી આવ્યા છે. જે અંગે શંકા વ્યક્ત કરાઇ અને ત્યાર બાદ સમગ્ર મામલે એક પછી એક બાબતો સામે આવી રહી હતી. વિદ્યાર્થીઓએ માંગ કરી કે ટોપર લિસ્ટ ઇશ્યું હોય અને કોણે ક્યાં પેપર આપ્યા તે અંગે પણ માહિતી આપવામાં આવે. 10 જુને ટોપર લિસ્ટ ઇશ્યું કરવામાં આવે. ત્યારે માહિતી મળશે કે ટોપ 10 માંથી 7 ઉમેદવારોએ ગ્વાલિયરની એનઆરઆઇ કોલેજમાંથી પરીક્ષા આફી હતી. ત્યાર બાદ પરીક્ષા પર સવાલ ઉઠવા લાગ્યા હતા. 13 જુલાઇએ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રદર્શનો થયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT