શું કોંગ્રેસના ‘ઘનકુબેર’ 500 કરોડની રોકડના માલિક? અત્યાર સુધીમાં 250 કરોડ રૂપિયા જપ્ત, 136 બેગની ગણતરી હજુ બાકી
Dhiraj Prasad Sahu IT Raid: ઓડિશા-રાંચીમાં કોંગ્રેસના ‘ઘનકુબેર’ રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના સ્થાનો અને ડિસ્ટિલરી ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામે આવકવેરા વિભાગના દરોડાનો…
ADVERTISEMENT
Dhiraj Prasad Sahu IT Raid: ઓડિશા-રાંચીમાં કોંગ્રેસના ‘ઘનકુબેર’ રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના સ્થાનો અને ડિસ્ટિલરી ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામે આવકવેરા વિભાગના દરોડાનો આજે ત્રીજો દિવસ છે. આ દરોડામાં અત્યાર સુધી રોકડનો આંકડો રૂ. 290 કરોડને પાર થઈ ગયો છે. જે આંકડો હજુ રૂ. 500 કરોડ સુધી પહોંચી શકે છે.
અત્યાર સુધીમાં 250 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત
આયકર વિભાગ દ્વારા એક જ ઓપરેશનમાં જપ્ત કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી વધુ રકમ છે. આ સિવાય જ્વેલરીની 3 સૂટકેસ જપ્ત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 250 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે અને ઓડિશામાં સરકારી બેંક શાખાઓમાં રોકડ સતત જમા કરવામાં આવી રહી છે.
નોટો ગણવા માટે 40 મશીનો મુકાયા
સૂત્રોના જણાવ્યા અનુસાર, આવકવેરા વિભાગે ચલણી નોટોની ગણતરી માટે લગભગ 40 મોટા અને નાના મશીનો દ્વારા પૈસા ગણવાની કામગીરી હાથ ધરી છે અને વિભાગ તેમજ બેંકોના કર્મચારીઓને ગણતરીની પ્રક્રિયામાં મદદ માટે બોલવા પડ્યા છે.આ દરોડા 6ઠ્ઠી ડિસેમ્બરે થઈ હતી જે હજુ સુધી ચાલી રહી છે. બાલાંગિર જિલ્લામાં વિવિધ સ્થળોએ આવકવેરા વિભાગના 100 થી વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. રાંચીમાં સ્થિત ધીરજ પ્રસાદ સાહુના ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
136થી વધુ બેગઓની રોકડ હજુ ગણવાની બાકી
SBI બાલાંગિરના રિજનલ મેનેજરે જણાવ્યું કે, અમે બે દિવસમાં તમામ નાણાંની ગણતરી પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યા છીએ. 50 કર્મચારીઓ પૈસાની ગણતરી કરી રહ્યા છે અને અન્યને જલ્દી અમારી સાથે જોડાવા માટે બોલાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પૈસાથી ભરાયેલી 176 બેગો મળી છે જેમાં માત્ર 40 બેગની ગણતરી પૂર્ણ થઈ છે. અમે જે અત્યાર સુધીમાં જેટલી ગણી છે તેમાંથી અમને 40 કરોડ રૂપિયા મળ્યા છે. તિતલાગઢમાં પણ કેટલાક પૈસાની ગણતરી કરવામાં આવી હતી પરંતુ રકમ હજુ સ્પષ્ટ નથી. આવકવેરા અને પોલીસ વિભાગે બેંક વિસ્તારોમાં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરી છે. આવકવેરા વિભાગના દરોડામાં અત્યાર સુધીમાં જે રોકડ અને ઝવેરાત ઝડપાયા છે અને રોકડની 136થી વધુ બેગઓ ગણવાની બાકી છે તેમાંથી એવું લાગે છે કે આ આંકડો કુલ રૂ. 500 કરોડને પાર જઈ શકે છે.
કોણ છે ધીરજ પ્રસાદ સાહુ?
ઉદ્યોગપતિ બલદેવ સાહુના પુત્ર ધીરજ પ્રસાદ સાહુનો જન્મ 23 નવેમ્બર 1959ના રોજ લોહરદગા ખાતે થયો હતો. રાંચીથી લોકસભાના સાંસદ રહેલા સ્વર્ગસ્થ શિવ પ્રસાદ સાહુના ભાઈ ધીરજ સાહુ સતત ત્રણ વખતથી રાજ્યસભાના સાંસદ રહ્યા છે. પહેલીવાર તેઓ જૂન 2009ની પેટાચૂંટણીમાં રાજ્યસભાના સાંસદ બન્યા હતા. આ પછી તેઓ જુલાઈ 2010માં બીજી વખત અને 2018માં ત્રીજી વખત રાજ્યસભા પહોંચ્યા હતા. તેઓ સંસદની ઘણી સમિતિઓના સભ્ય રહી ચૂક્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT