‘મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનનો આઇડિયા શરદ પવારનો હતો’, ફડણવીસે જણાવ્યું અજીત પવાર સાથે ગઠબંધનનું ‘સત્ય’

ADVERTISEMENT

gujarattak
social share
google news

India Today Conclave: મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે India Today કોન્કલેવમાં કહ્યું કે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનનો વિચાર શરદ પવારનો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, અજિત પવાર સાથે ગઠબંધન કેવી રીતે થયું.

રાજકારણમાં ગઠબંધન શા માટે જરૂરી?

ફડણવીસે કોન્ક્લેવમાં જણાવ્યું કે શા માટે તેમણે અજિત પવારને આ ગઠબંધનમાં સામેલ કર્યા. તેમણે કહ્યું કે, અજિત પવારના આવવાથી અમારી જવાબદારીઓ વહેંચાઈ ગઈ છે. હંમેશા રાજનીતિમાં જે તાકાત હોય છે તેને વધુ સંગઠિત કરવી પડે છે, તેને વધારવી પડે છે. આજે જ્યારે વિપક્ષી પાર્ટીઓ INDIA એલાયન્સ દ્વારા એક થઈ રહી છે, તેવા સમયે બીજેપી ચોક્કસપણે અન્ય પાર્ટીઓને પણ સાથે લેશે. અજિત પવારજી આવવા માંગે છે તો અમારી તાકાત વધે છે. શિંદેજીના આગમન પછી અમારી સરકાર સારી રીતે ચાલી રહી હતી, પરંતુ રાજકારણમાં સત્તા વધુ વધે તો તેને નકારી શકાય નહીં.

શું ગઠબંધનમાં અજીત પવાર નારાજ છે?

જ્યારે ફડણવીસને પૂછવામાં આવ્યું કે 3 મહિનામાં ડેપ્યુટી સી.એમ અજીત પવાર બીજી વખત બીમાર પડી ગયા છે. તેઓ કેબિનેટ મીટિંગમાં નથી આવી રહ્યા. પહેલા તે બારામતી જતા રહેતા હતા તો લોકોને લાગતું કે તેઓ નારાજ છે. આ કારણે તમારે દિલ્હી જવું પડી રહ્યું છે કેબિનેટ વિસ્તાર માટે.

ADVERTISEMENT

તેના પર ફડણવીસે કહ્યું કે આજે રાજનીતિમાં સ્થિતિ એટલી ખરાબ છે કે આપણે બીમાર પડીએ તો પણ તે સમાચાર બનાવે છે અને તેના દ્વારા વિવિધ પ્રકારના સંદેશાઓ પણ મોકલવામાં આવે છે. જ્યારે મેં તેમની સાથે વાત કરી તો તેમનો અવાજ નીકળતો નહોતો. અમારું દિલ્હી જવાનું નક્કી હતું. અમે દિલ્હી ગયા. અમે એવા ફેડરેશનમાં કામ કરીએ છીએ કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સાથે તાલમેલ જાળવવો પડે છે, તેથી મને લાગે છે કે તેમાં કોઈ સમસ્યા નથી.

આ દરમિયાન ડેપ્યુટી સીએમએ કહ્યું કે તમે રાષ્ટ્રના મૂડમાં મહારાષ્ટ્રના મૂડને સમજી શકતા નથી. મહારાષ્ટ્રમાં મોદીજી માટે પ્રેમ છે. આથી આ જે ભાવના છે, તેને પકડી શકતા નથી. અમે મહારાષ્ટ્રમાં 48માંથી 49 જીતી શકતા નથી. એટલા માટે અમે દાવો કરીએ છીએ કે અમે 40 થી વધુ સીટો જીતી રહ્યા છીએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT