સૂડાનમાં સતત કથળતી સ્થિતિ: ભારત દ્વારા ઓપરેશન કાવેરી શરૂ કરવામાં આવ્યું
નવી દિલ્હી : આફ્રીકન દેશ સુડાનમાં હાલના સમયે ગૃહયુદ્ધ સામે જઝુમી રહ્યું છે. સંકટગ્રસ્ત સુડાનમાં ફસાયેલા ભારતીયોને સકુશલ બહાર કાઢવા માટે સરકારે ઓપરેશન કાવેરી શરૂ…
ADVERTISEMENT
નવી દિલ્હી : આફ્રીકન દેશ સુડાનમાં હાલના સમયે ગૃહયુદ્ધ સામે જઝુમી રહ્યું છે. સંકટગ્રસ્ત સુડાનમાં ફસાયેલા ભારતીયોને સકુશલ બહાર કાઢવા માટે સરકારે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે. વિદેશીમંત્રી એસ.જયશંકરે જણાવ્યું કે, સુડાનમાં ફસાયેલા ભારતીયોને રિકવર કરવા માટે ભારત સરકારે ઓપરેશન કાવેરીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અભિયાન હેઠળ આશરે 500 ભારતીય પોર્ટ સુડાન પહોંચી ચુક્યા છે. જયશંકરે ટ્વીટ કરીને જણાવ્યું કે, ઓપરેશન કાવેરી સુડાનમાં ફસાયેલા આપણા નાગરિકોને પરત લાવવા માટે ચલાવવામાં આવી રહ્યું છે.
ભારતીય જહાજો નાગરિકોને બચાવવા માટે સક્ષમ
500 ભારતીય પોર્ટ સુડાન પહોંચી ચુક્યા છે. હજી વધારે પણ ભારતીયો રસ્તામાં છે. આપણા જહાજો અને વિમાન તેમને સુરક્ષીત ઘરે પરત લાવવા માટે તૈયાર છે. ભારત સુડાનમાં આપણા તમામ ભાઇઓની સહાયતા માટે પ્રતિબદ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાયુસેનાના C-130 વિમાન અને નૌસેનાના આઇએનએસ સુમેધા જહાજ સુડાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સઉદી અરબ અને સુડાન પહોંચી ચુક્યા છે. વાયુસેનાના જહાજ સાઉદી અરબના જેદ્દામાં તહેનાત છે. જ્યારે આઇએનએસ સુમેધા સુડાન બંદર પર પહોંચી ચુક્યું છે.
સુડાનની જ બે આર્મી વચ્ચે યુદ્ધ ફાટી નિકળ્યું છે
સુડાનમાં સેના અને પેરામિલિટ્રી (અર્ધસૈનિક દળ) વચ્ચે ગત્ત અનેક દિવસોથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. સેના વિરુદ્ધ જંગ છેડનારા અર્ધસૈનિક દળને અહીં રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) ના નામથી ઓળખાય છે. સેના અને આરએસએફ વચ્ચે યુદ્ધમાં સામાન્ય લોકો પીસાઇ રહ્યા છે. સૌથી વધારે ખરાબ સ્થિતિ રાજધાની ખાર્તૂમમાં છે. અહીં એરપોર્ટ પર સ્ટેશન સહિત તમામ મહત્વના સ્થળો પર કબ્જો કરવા મુદ્દે બંન્નેમાં લડાઇ ચાલી રહી છે.
ADVERTISEMENT
ભારતીયોને બહાર લાવવામાં શું મુશ્કેલી નડી રહી છે?
– સુડાનમાં 4 હજાર આસપાસ ભારતીયો છે. મળતી માહિતી અનુસાર મોટાભાગના ભારતીયો ચાર શહેરમાં વસેલા છે. તેમાંથી એક ઓમડુરમૈન, બીજો કસાલા, ત્રીજો ગેડારેફ અથવા અલ કાદરીફ ચોથું શહેર વાડ મદની છે.
– જે પૈકી બે શહેરોની બીજી રાજધાની ખાર્તુમથી 400 કિલોમીટર કરતા પણ વધારે છે તો એક શહેરના આશરે 200 કિલોમીટર છે. એક શહેર તો રાજધાનીથી સટેલું છે અને તેની ખાર્તૂમથી અંતર માત્ર 25 કિલોમીટર છે. સૌથી વધારે ચિંતાજનક બાબત છે કે ચારેય શહેરોમાંથી ક્યાંય પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી.
– સુડાનમાં બે જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. એક રાજધાની ખાર્તુમમાં બીજુ પોર્ટ સુડાનમાં છે. જો કે એરસ્ટ્રાઇક વચ્ચે અહીંથી લોકોને એરલિફ્ટ કરવું પણ ખુબ જ મુશ્કેલ છે. આ ત્યારે જ સંભવ છે, જ્યારે સીઝફાયર થઇ જાય.
ADVERTISEMENT