પાકિસ્તાનના બેંક એકાઉન્ટમાં 50 લાખ જમા કરો, કર્ણાટકના હાઇકોર્ટ જજોને મળી ધમકી

ADVERTISEMENT

Karnataka Highcourt
Karnataka Highcourt
social share
google news

Karnataka High Court: એકવાર ફરીથી કર્ણાટક હાઇકોર્ટના જજોને મારી નાખવાની ધમકી મળી છે. કર્ણાટક પોલીસે સોમવારે જણાવ્યું કે, તેમણે હાઇકોર્ટના જજોની ફરિયાદ પર એક ફરિયાદ નોંધી છે. પોલીસને હાઇકોર્ટના પ્રેસ સંબંધ અધિકારી તરફથી પોતાના ઉપરાંત અને જજોના જીવને જોખમ હોવાની ફરિયાદ મળી હતી.

કેન્દ્રીય સીઇએન પોલીસ સ્ટેશને અજાણ્યા શંકાસ્પદની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે કહ્યું કે, દુબઇ ટોળકીના જસ્ટિસ મોહમ્મદ નવાઝ, એચટી નરેન્દ્ર પ્રસાદ, અશોક નિજગન્નવર (સેવાનિવૃત), એચપી સંદેશ, કે.નટરાજન અને બી. વીરપ્પા (સેવાનિવૃત)ને ધમકી આપી હોવાની આશંકા છે.

આ કલમો હેઠળ કેસ દાખલ
14 જુલાઇના રોજ નોંધાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, ધમકી ભરેલા સંદેશાઓમાં પાકિસ્તાનમાં એક બૈંક ખાતામાં 50 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. કલમ 506,507 અને 504 હેઠળ ફરિયાદ દાખલ કર્યા બાદ તેમણે કહ્યું કે, ભારતીય દંડ સંહિતા અને ટેક્નોલોજી અધિનિયમની કલમ 75 અને 66 (એફ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

વ્હોટ્સએપ પર આવ્યો હતો મેસેજ
પોલીસે જણાવ્યું કે, કે.મુરલીધરે 14 જુલાઇના રોજ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમને 12 જુલાઇની સાંજે 7 વાગ્યે એક આંતરરાષ્ટ્રીય નંબર પરથી વ્હોટ્સએપ પર મેસેજ મળ્યો હતો. તેમને આ મેસેજ ઉર્દુ અને ઇંગ્લીશ ભાષામાં આવ્યો હતો.

પહેલા પણ જજોને મારી નાખવાની ધમકી મળી ચુકી છે
આ પહેલા પણ વર્ષ 2022 માં હિજાબ અંગે ચુકાદો આપનારા કર્ણાટક હાઇકોર્ટના જજોને મારી નાખવાની ધમકી બાદ તેને સરકારને સુરક્ષા આપી હતી. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ પોતે કહ્યું હતું કે, અમે હિજાબ અંગે ચુકાદો આપનારા ત્રણેય જજોની વાઇ શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT