બજરંગ, સાક્ષી અને વિનેશ વિરુદ્ધ FIR દાખલ, જંતર-મંતર પર પ્રદર્શનને લઈને દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી
નવી દિલ્હી: દિલ્હી પોલીસે રવિવારે મોડી સાંજે જંતર-મંતર પર બનેલી ઘટનાના સંબંધમાં FIR નોંધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી પોલીસે કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ…
ADVERTISEMENT
નવી દિલ્હી: દિલ્હી પોલીસે રવિવારે મોડી સાંજે જંતર-મંતર પર બનેલી ઘટનાના સંબંધમાં FIR નોંધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી પોલીસે કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા તેમજ વિરોધ પ્રદર્શનના આયોજકો અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે.
આ તમામ સામે IPC કલમ- 147, 149, 186, 188, 332, 353, PDPP એક્ટની કલમ 3 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રવિવારે સંસદ ભવનનાં ઉદ્ઘાટન દરમિયાન કુસ્તીબાજોએ મહિલા મહાપંચાયતની જાહેરાત કરી હતી. રવિવારે જ્યારે કુસ્તીબાજો પદયાત્રા કરી રહ્યા હતા ત્યારે આ દરમિયાન પોલીસે કડક કાર્યવાહી કરી હતી, તેમજ વિરોધના સ્થળેથી કુસ્તીબાજોના ટેન્ટ વગેરે હટાવી દીધા હતા.
બજરંગ-સાક્ષી અને વિનેશ સાથે આયોજકો પર FIR
પ્રાપ્ત માહિતી અનુસાર, બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય કુસ્તીબાજોના પ્રદર્શનના આયોજકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે કુસ્તીબાજો રાત્રે પણ પ્રોટેસ્ટના સ્થળે આવ્યા હતા. લગભગ 7-8 લોકો હતા, તેમને પાછા મોકલી દેવામાં આવ્યા છે. હવે વિરોધ કરવાની પરવાનગી આપવામાં આવી નથી.
ADVERTISEMENT
વિનેશ ફોગાટે કર્યું ટ્વીટ
FIR નોંધવાને લઈને રેસલર વિનેશ ફોગાટની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે ટ્વીટ કર્યું કે, ‘દિલ્હી પોલીસને યૌન શોષણ કરનારા બ્રિજ ભૂષણ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 દિવસનો સમય લાગે છે, અને શાંતિપૂર્ણ આંદોલન કરવા બદલ અમારી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 કલાક પણ લીધા નથી. શું આ દેશમાં તાનાશાહી શરૂ થઈ છે? સરકાર તેના ખેલાડીઓ સાથે કેવો વ્યવહાર કરી રહી છે તેના પર સમગ્ર વિશ્વની નજર છે. નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે.
ઘરે પરત જવું વિકલ્પ નથી- બજરંગ પુનિયા
બજરંગ પુનિયાએ કહ્યું કે, ઘરે પાછા જવું એ કોઈ વિકલ્પ નથી. હું બાકીના કુસ્તીબાજોને મળીશ અને આગળ શું કરવું તે અમે નક્કી કરીશું. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે જાતીય સતામણીનો આરોપી સંસદની નવી ઇમારતના ઉદ્ઘાટનમાં હાજર રહ્યો હતો. દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 દિવસનો સમય લીધો હતો અને અમારી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 કલાકનો સમય લાગ્યો નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
મહિલા પહાપંચાયત કરવા પર દિલ્હી પોલીસે કરી કાર્યવાહી
તમને જણાવી દઈએ કે દિલ્હી પોલીસે રવિવારે કડક કાર્યવાહી કરી હતી. રવિવારે કુસ્તીબાજો પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ જ્યાં દિલ્હી પોલીસની ચારેબાજુથી નિંદા થઈ રહી છે ત્યાં આ સમગ્ર મામલાના થોડા કલાકો બાદ કુસ્તીબાજોએ લડાઈ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. સાક્ષી મલિકે કહ્યું હતું કે, કુસ્તીબાજોનો વિરોધ હજુ પૂરો થયો નથી અને દિલ્હી પોલીસ તેમને મુક્ત કરતાં જ તેઓ જંતર-મંતર પરત ફરશે. રવિવારે ‘મહિલા મહાપંચાયત’ દરમિયાન કુસ્તીબાજોને દિલ્હી પોલીસે નવા સંસદ ભવન તરફ જતાં અટકાયતમાં લીધા હતા. અટકાયત કરાયેલા કુસ્તીબાજોમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને અન્ય વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનો પણ સમાવેશ થાય છે.
અમારો વિરોધ ખતમ થયો નથી- સાક્ષી મલિક
સાક્ષીએ ટ્વિટર પર લખ્યું, “અમારો વિરોધ સમાપ્ત થયો નથી. અમને પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને જંતર-મંતર પર અમારો સત્યાગ્રહ ફરી શરૂ કરીશું. આ દેશમાં મહિલા કુસ્તીબાજોનો સત્યાગ્રહ થશે, સરમુખત્યારશાહી નહીં.” એવું જાણવા મળ્યું કે રવિવારે બપોરે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા પછી, તેમને બસમાં બેસાડવામાં આવ્યા, અને બુરારીમાં એક ખાનગી ફાર્મ હાઉસમાં બનેલી કામચલાઉ જેલમાં ખસેડવામાં આવ્યા. બાદમાં, દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતે વિરોધ સ્થળ પરથી કુસ્તીબાજોના પલંગ, ગાદલા, કુલર, પંખા અને અન્ય સામાન હટાવી લીધો હતો. સાંજે 5.30 વાગ્યે કુસ્તીબાજોને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા.
મહિલા પંચાયતની અનુમતિ નહોતી- દિલ્હી પોલીસ
તે જ સમયે, પોલીસ અધિક્ષક (અંબાલા) જશનદીપ સિંહે કહ્યું કે, દિલ્હીમાં ‘મહિલા મહાપંચાયત’નું આયોજન કરવાની પરવાનગી આપવામાં આવી નથી. કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે, સોનીપત, ઝજ્જર, જીંદ, કુરુક્ષેત્ર, અંબાલા, સિરસા અને ગુરુગ્રામ જિલ્લામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને હરિયાણામાં પ્રવેશતા તમામ વાહનોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક વીડિયોમાં પોલીસકર્મીઓ કુસ્તીબાજો સાથે ઝપાઝપી કરતા જોવા મળે છે.
મહિલા આયોગ એક્શનમાં આવ્યું
દિલ્હી મહિલા આયોગ (DCW)ના વડા સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને પત્ર લખીને WFIના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી છે. તેમણે કુસ્તીબાજોને મુક્ત કરવાની અને તેમની અટકાયત કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.
ADVERTISEMENT