નરગિસે લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા ઇરફાન લોખંડનો સળીયો લઇને તુટી પડ્યો

ADVERTISEMENT

Nargis death Day light
Nargis death Day light
social share
google news

નવી દિલ્હી : દિલ્હીના માલવીય નગરમાં ધોળા દિવસે 25 વર્ષની નરગિસની લોખંડના રોડથી મારીને હત્યા કરી દેવામાં આવી. પોલીસે તપાસમાં આરોપી યુવક ઇરફાન વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી. સામે આવ્યું છે કે, આરોપી અને મૃતક યુવતી બંન્ને રિલેશનમાં હતા. ઇરફાન અને નરગીસની માતા સગી બહેનો છે. ઇરફાન અને નરગિસના લગ્ન પણ નક્કી થઇ ચુક્યા હતા. જો કે ઇરફાન કોઇ ખાસ કામ કરતો નહોતો. એટલા માટે નરગિસના પરિવારે આ લગ્નનો ઇનકાર કરી દીધો હતો. હાલ ઇરફાન ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો. જે નરગિસના પરિવારને જરા પણ પસંદ નહોતું.

લગ્નનો ઇનકાર તાબડતોબ પ્રહાર
નરગિસ રોજની જેમ માલવીય નગરમાં સ્ટેનોના કોચિંગ માટે આવતી હતી. શુક્રવારે જ તે કોચિંક માટે અહીં પહોંચી હતી. ત્યારે ઇરફાન તેને મળ્યા હતા. ઇરફાન વાત કરવાના બહાને નરગિસને ડીડીએના વિજય મંડલ પાર્કમાં લઇ ગયો હતો. અહીં તેમને નરગિસ સાથે લગ્નની વાત કરી હતી. યુવતીએ ઇરફાન સાથે લગ્ન કરવાની વાતનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ વાતથી ઇરફાન ખુબ જ રોષે ભર્યો હતો.

ઇરફાનની બેગમાં પહેલાથી જ લોખંડનો રોડ હતો
ઇરફાનની બેગમાં પહેલાથી જ લોખંડનો રોડ હતો. રોષે ભરાયેલા ઇરફાને નરગિસ પર રોડથી ઘા કરવાના શરૂ કરી દીધા હતા. નરગિસ કંઇ સમજે તે પહેલા જ રોડના પ્રહારોથી તે જમીન પર પડી ગઇ હતી. ઇરફાને ગુસ્સામાં એટલા પ્રહારો કર્યા બાદ તેને લોહીલુહાણ સ્થિતિમાં છોડીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

ADVERTISEMENT

સીસીટીવીમાં જોવા મળ્યો ઇરફાન
શુક્રવારે બપોરે 12.10 વાગ્યે પોલીસને માહિતી મળી હતી કે, પાર્કમાં યુવતીનું શબ પડેલું છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને શબને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. આરોપીની ઓળખ માટે આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફુટેજને શોધવાનું શરૂ કરી દીધું હતું. જેમાં ઇરફાન જોવા મળ્યો હતો. પોલીસે અન્ય સીસીટીવી ચેક કરવાનું શરૂ કરી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, મીડિયામાં નરગિસની હત્યા વાત ફેલી હતી તો આરોપી ઇરફાને પોતે જ પોલીસની સામે સરેન્ડર દીધો હતો.

ઇરફાન લાંબા સમયથી ડિપ્રેશનમાં હતો
પોલીસનું કહેવું છે કે, આરોપી ઇરફાનના લગ્નની વાત માસીની પુત્રી નરગિસ સાથે લગભગ નક્કી થયા બાદ તુટી ગયા બાદ ડિપ્રેશનમાં જતો રહ્યો. તેને લાગતું હતું કે, હવે તેના લગ્ન નથી થઇ શકી. તેના નાના ભાઇનો સંબંધ નિશ્ચિત થઇ ગયો હતો. તેના કારણે ઇરફાન વધારે પરેશાન થઇ ગયો હતો.

ADVERTISEMENT

મુળ યુપીના રહેવાસી છે બંન્ને પરિવાર
પોલીસે આગળ જણાવ્યું કે, બંન્ને પરિવાર મુળ રીતે યુપીનો રહેવાસી છે. નરગિસનો પરિવાર લાંબા સમયથી સંગમ વિહારમાં રહી રહ્યો છે. પોલીસે કહ્યું કે, આરોપીની ધરપકડ કરી લીધી છે અને મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. દક્ષિણી દિલ્હીના ડેપ્યુટી કમિશ્નર ચંદન ચૌધરીએ જણાવ્યું કે, કમલા નેહરુ કોલેજમાં ભણી યુવતી નરગિસ પોતાના મિત્રની સાથે પાર્કમાં આવી હતી. ત્યારે તે રોડ પર હુમલો કરી દેવામાં આવ્યો. આ પાર્કમાં યંગ યુવક-યુવતી ફરે છે. પાર્કની પાસે જ અરબિંદો કોલેજ પણ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT