દિલ્હી જમીન કૌભાંડ: CM કેજરીવાલે વિજિલન્સ મિનિસ્ટરનો રિપોર્ટ LGને મોકલ્યો, મુખ્ય સચિવને પદ પરથી હટાવવાની કરી માંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમાર સાથે સંબંધિત કથિત ભ્રષ્ટાચારના કેસમાં પ્રાથમિક તપાસ બાદ વિજિલન્સ મિનિસ્ટર આતિશીએ સીએમ અરવિંદ કેજરીવાલને પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો હતો. જે બાદ અરવિંદ કેજરીવાલે વિજિલન્સ મિનિસ્ટર આતિશીનો રિપોર્ટ લેફ્ટનન્ટ ગવર્નરને મોકલી દીધો છે. આ સાથે મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને પદ પરથી તાત્કાલિક હટાવવા અને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે. સાથે જ મુખ્યમંત્રીએ આતિશીને આ રિપોર્ટ સીબીઆઈ અને ઈડીને મોકલવાનો આદેશ આપ્યો છે.

650 પાનાનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર

મુખ્ય સચિવ નરેશ કુમાર વિરુદ્ધ ફરિયાદને લઈને 650 પાનાનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તેમને સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવી છે. સાથે જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિજિલન્સ મિનિસ્ટર આતિશીને આ રિપોર્ટ સીબીઆઈ અને ઈડીને મોકલવાનો આદેશ આપ્યો છે.

અરવિંદ કેજરીવાલને સોંપ્યો રિપોર્ટ

રિપોર્ટ અનુસાર, દિલ્હીના મંત્રીએ 650 પાનાનો રિપોર્ટ અરવિંદ કેજરીવાલને સોંપ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં 850 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. આ જમીન 2015માં દ્વારકા એક્સપ્રેસ વે પાસે માત્ર 75 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.

ADVERTISEMENT

કંપનીઓની કરાશે તપાસ

સૂત્રોનું કહેવું છે કે, કંપનીએ 2015માં દ્વારકા એક્સપ્રેસ વે પાસે આ જમીન માત્ર 75 લાખ રૂપિયામાં ખરીદી હતી. હવે મોંઘા ભાવે જમીન સંપાદન કરવામાં આવી છે. કંપનીને 850 કરોડ રૂપિયાનો ફાયદો થયો. મુખ્ય સચિવે દીકરાની અન્ય ઘણી કંપનીઓને પણ સરકારી કોન્ટ્રાક્ટ આપ્યા હતા. આ કંપનીઓની પણ તપાસ કરવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT