IAF’s AN-32 aircraft : 8 વર્ષ બાદ એરફોર્સનું વિમાન મળ્યું, 3400 મીટર ઉડે હતો કાટમાળ.. 29 લોકો હતા સવાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

IAF’s AN-32 aircraft : ભારતીય વાયુસેનાનું AN-32 એરક્રાફ્ટ 22 જુલાઈ, 2016ના રોજ એક મિશન દરમિયાન બંગાળની ખાડી પાસે ગુમ થયું હતું. આ વિમાનમાં 29 જવાન સવાર હતા. 8 વર્ષ બાદ સરકારનાં એક નિવેદન અનુસાર ફોટોમાં ચેન્નઈ તટથી આશરે 310 કિમી દૂર સમુદ્ર કિનારે એક દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો મલબો જોવા મળ્યો. સરકારે કહ્યું કે તપાસ બાદ જાણવા મળ્યું કે ફોટોમાં રહેલો આ મલબો AN-32 વિમાનનો છે. હાલમાં આ વિસ્તારમાં હજુ સુધી કોઈ અન્ય વિમાન મળી આવ્યો નથી.

3400 મીટરની ઊંડાઈએ જોવા મળ્યો વિમાનનો મલબો

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશન ટેક્નોલોજીએ તાજેતરમાં ગુમ થયેલા AN-32 એરક્રાફ્ટના છેલ્લા જાણીતા સ્થાન પર ઊંડા સમુદ્રમાં સંશોધન કરવાની ક્ષમતા સાથે સ્વાયત્ત અન્ડરવોટર વ્હીકલ (AUV) તૈનાત કર્યું હતું. આ શોધ સાઉન્ડ નેવિગેશન અને રેન્જ, સિન્થેટીક એપરચર સોનાર અને ઉચ્ચ રિઝોલ્યુશન ફોટોગ્રાફી સહિત બહુવિધ પેલોડ્સનો ઉપયોગ કરીને 3400 મીટરની ઊંડાઈએ કરવામાં આવી હતી. શોધ દરમિયાન મળેલી તસવીરોના વિશ્લેષણમાં ચેન્નાઈના દરિયાકાંઠેથી આશરે 310 કિમી દૂર સમુદ્રતટ પર ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ જોવા મળ્યો હતો. સર્ચ દરમિયાન મળેલા ફોટોગ્રાફ્સની તપાસ કરવામાં આવી હતી અને તે AN-32 એરક્રાફ્ટ સાથે સુસંગત હોવાનું જાણવા મળ્યું હતું. સંભવિત દુર્ઘટના સ્થળ પરની આ શોધ એ જ વિસ્તારમાં ઇતિહાસમાં અન્ય કોઈ વિમાન ગુમ થયાની કોઈ માહિતી સાથે, તેના કાટમાળને સંભવતઃ ક્રેશ થયેલા ભારતીય વાયુસેનાના AN-32 એરક્રાફ્ટ (K-2743) તરફ નિર્દેશ કરે છે.

શું હતો મામલો?

22 જુલાઈ 2016ની સવારે ચેન્નઈના તાંબરમ એરફોર્સ સ્ટેશનથી AN-32એ ઉડાન ભરી હતી. આ એરક્રાફ્ટમાં ક્રૂ સહિત 29 લોકો આંદામાન અને નિકોબાર જઈ રહ્યા હતા. એરક્રાફ્ટ સવારે આશરે 8 વાગ્યે ચેન્નઈથી ટેકઓફ થયું હતું અને પોર્ટ બ્લેરના ઈન્ડિયન નેવલ એર સ્ટેશન આઈએનએસ ઉત્ક્રોશ પર લેન્ડ કરવાનું હતું. ટેક ઓફની થોડી જ વારમાં વિમાનનો સાથેનો સંપર્ક તૂટી ગયો અને તે રડારથી ગુમ થઈ ગયું. આ વિમાન બંગાળની ખાડીની ઉપર હતું. વિમાનનાં ગુમ થયા બાદ એરફોર્સ અને નેવીએ સમુદ્રમાં ગુમ થયેલા વિમાનને શોધવા માટેનો અભિયાન પણ શરૂ કર્યું હતું. 15 સપ્ટેમ્બર 2016નાં ભારતીય વાયુસેનાએ કહ્યું કે ગુમ થયેલા વિમાનને શોધવામાં તે વિફળ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT