દલિત નેતા ચંદ્રશેખર આઝાદ પર જીવલેણ હુમલો, ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ

ADVERTISEMENT

Attack on chandrashekhar azad bhim army
Attack on chandrashekhar azad bhim army
social share
google news

લખનઉ : ઉત્તરપ્રદેશના રહેવાસી અને ભીમઆર્મીના સ્થાપક ચંદ્રશેખર આઝાદ પર જીવલેણ હુમલો થયો છે. સહારનપુરમાં ચંદ્રશેખર આઝાદ પર કેટલાક શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. દલિતો માટે હંમેશા અવાજ ઉઠાવતા રહેતા નેતા અને દલિતો પીડિતો અને વંચિતોનો અવાજ એવા ચંદ્ર શેખર આઝાદ પર ફાયરિંગ થયું છે.

અજાણ્યા શખ્સો દ્વારા ચંદ્રશેખર આઝાદ પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક તેના પર ફાયરિંગ કર્યું હતું. જેમાં પ્રાથમિક રીતે આઝાદને સામાન્ય ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જો કે હજી સુધી આ અંગે વધારે વિસ્તૃત અહેવાલની રાહ જોવાઇ રહી છે. પ્રાથમિક રીતે તેને ગોળી વાગી હોવાનુંપણ સુત્રો જણાવી રહ્યા છે. જો કે પૃષ્ટ સમાચારોની રાહ જોવાઇ રહી છે.

યુપીના એડીજીપી લો એન્ડ ઓર્ડર દ્વારા અપાયેલા નિવેદન અનુસાર ચંદ્રશેખર આઝાદને ગોળી સ્પર્શીને જતી રહી છે. જિલ્લા કલેક્ટર અને SSP ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે. કોઇ પણ પ્રકારની સ્થિતિ ન વણસે તે માટે પોલીસને પણ તહેનાત કરી દેવામાં આવી છે. હરિયાણા પાસિંગની ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સો દ્વારા 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આઝાદની ગાડીના તમામ કાચ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત ગોળી તેને સ્પર્શીને નિકળી ગઇ હતી.

ADVERTISEMENT

હુમલાખોર પુર્વાયોજીત કાવતરૂ રચીને આવ્યા હતા. તેઓ ચંદ્રશેખરનો પીછો જ કરી રહ્યા હતા. દિલ્હીથી પોતાના ઘરે પરત ફરી રહેલા ચંદ્રશેખર આઝાદ પર અચાનક જ હુમલો કરી દેવામાં આવ્યો હતો. ચાર રાઉન્ડ ફાયરિંગ થતા થોડા સમય માટે અંધાધુંધી ફેલાઇ હતી. જેનો ફાયદો લઇને ગાડીમાં આવેલા હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT