વધારે એક પરીક્ષા રદ્દ, વધારે એક પેપર ફુટ્યું, રાજ્ય અલગ અલગ પરંતુ સ્થિતિ એક

ADVERTISEMENT

csbc-constable-exam-2023-cancelled
csbc-constable-exam-2023-cancelled
social share
google news

નવી દિલ્હી : કેન્દ્રીય પસંદગી મંડળે બિહાર પોલીસમાં 21 હજાર કોન્સ્ટેબલની ભરતીને રદ્દ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ 5 તથા 15 ઓક્ટોબર 2023 ના રોજ થનારી પરીક્ષા પણ અટકાવી દેવામાં આવી છે. આ નિર્ણય પેપર લીક થયા બાદ લેવામાં આવ્યો છે.

CSBC Constable Exam Cancelled : કેન્દ્રીય ભરતી પસંદગી પરિષદ દ્વારા પેપર લીક થવાના કારણે રવિવારે બે પાળીમાં યોજાયેલી કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાને રદ્દ કરી દેવામાં આવી છે. સીએસબીસી અધ્યક્ષ એસ.કે સિંઘલે તેની માહિતી મંગળવારે આપી હતી. તેમણે જણાવ્યું કે, અનેક પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નોના ઉત્તર પૂર્વમાં જ પ્રાપ્ત કરી લેવાના મામલો સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

CSBC એ જણાવ્યું કે, તેની સાથે જ આગામી 5 તથા 15 ઓક્ટોબર, 2023 માં થનારી પરીક્ષા અટકાવી દેવામાં આવી છે. આ અગાઉ બિહાર પોલીસે પરીક્ષા દરમિયાન તથા પરીક્ષા પહેલા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આશરે બે ડઝન લોકોને પરીક્ષામાં ગોટાળાનું કાવત્રું રચવા તથા પરીક્ષામાં પેપર ફુટ્યાના પ્રયાસોમાં ધરપકડ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે, બિહાર પોલીસમાં 21391 કોન્સ્ટેબલ ભર્તી પરીક્ષા માટે ગયા સિવાયના બાકીના તમામ 37 જિલ્લામાં 529 પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા. કોન્સ્ટેબલ પરીક્ષા ત્રણ તારીખ 1,5 અને 15 ઓક્ટોબર, 2023 ના રોજ થવાની હતી. ત્યાર બાદ પરીક્ષામાં સફળ અભ્યર્થીઓની શારીરિક ક્ષમતા પરીક્ષા (PET) નવેમ્બર, 2023 માં આયોજિત કરવામાં આવે તે પ્રસ્તાવિત હતી. સીએસબીસી તરફથી જણાવાયું કે, કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં સફળ અભ્યર્થીઓના મેરિટ લિસ્ટ ડિસેમ્બર અંત સુધી સુધીમાં જાહેર કરી દેવામાં આવશે એટલે કે આગામી 4 મહિનામાં નિયુક્તિની શક્યતા હતી. જો કે હવે પેપર રદ્દ થવાના કારણે હવે ફરી પરીક્ષા ક્યારે થશે તે કંઇ નક્કી જ નથી.

    follow whatsapp

    ADVERTISEMENT