Covidથી એક દર્દીનું મોત, ઝડપથી ફેલાતો નવો વેરિઅન્ટ પણ મળ્યો… અલર્ટ મોડ પર કેરળ
Covid 19: કોરોના વાયરસ અને તેના સંક્રમણને લઈને એકવાર ફરી એલર્ટની સ્થિતિ આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, કોરોનાનો એક નવો વેરિઅન્ટ ભારતમાં દસ્તક દઈ ચૂક્યો…
ADVERTISEMENT
Covid 19: કોરોના વાયરસ અને તેના સંક્રમણને લઈને એકવાર ફરી એલર્ટની સ્થિતિ આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, કોરોનાનો એક નવો વેરિઅન્ટ ભારતમાં દસ્તક દઈ ચૂક્યો છે. કોવિડ-19ના એક સબ વેરિઅન્ટ JN.1નો પ્રથમ કેસ કેરળમાં નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે જાણકારી આપી છે. તો કોરોનાથી પીડિત એક દર્દીના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એલર્ટ
આ બે ઘટનાઓ પ્રકાશમાં આવ્યા પછી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એલર્ટ થઈ ગયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કેરળના આરોગ્ય અધિકારીઓના સંપર્કમાં છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે યોજી બેઠક
કેરળમાં કોવિડના ડર બાદ સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે ગતરોજ બેઠક યોજી હતી. જેમાં અધિકારીઓને માસ્ક, ઓક્સિજન સિલિન્ડર, દવાઓ અને અન્ય જરૂર વસ્તુઓ સાથે તૈયાર રહેવા અને સ્ટોક રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સાથે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, કેરળને અડીને આવેલી સરહદ બંધ કરવામાં આવશે નહીં.
ADVERTISEMENT
અમે કરી લીધી છે તૈયારીઃ સ્વાસ્થ્ય મંત્રી
સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે કહ્યું કે, આપણે મોક ડ્રીલ કરવી પડશે અને કોઈપણ વસ્તુ માટે તૈયાર રહેવું પડશે. અમે માસ્ક, ઓક્સિજન સિલિન્ડર વગેરેની તૈયારી કરી લીધી છે.
સિંગાપોરમાં ભારતીય પ્રવાસી આ વેરિઅન્ટથી સંક્રમિત
આ પહેલા સિંગાપોરમાં એક ભારતીય પ્રવાસી પણ JN.1 સબ-વેરિઅન્ટથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું હતું. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના વતની હતા અને 25 ઓક્ટોબરે સિંગાપોર ગયા હતા. તિરુચિરાપલ્લી જિલ્લામાં અથવા તમિલનાડુના અન્ય સ્થળોએ સ્ટ્રેન મળ્યા પછી કેસોમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. સૂત્રોનું માનીએ તો ભારતમાં આ JN.1 વેરિઅન્ટનો અન્ય કોઈ કેસ નોંધાયો નથી. JN.1 સબ-વેરિઅન્ટની સૌથી પહેલા ઓળખ લક્ઝમબર્ગમાં થઈ હતી. જે બાદ તે ઘણા દેશોમાં ફેલાયેલો છે.
ADVERTISEMENT
કેરળના કન્નુરમાં વૃદ્ધનું કોરોનાથી મોત
તમને જણાવી દઈએ કે, કેરળના કન્નુર જિલ્લાના પાનુર નગરપાલિકાના વોર્ડ-1માં રહેતા એક વૃદ્ધનું મૃત્યુ થયું છે. મૃતક કોરોનાથી સંક્રમિત હતા. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આ વિસ્તારમાં રહેતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. મૃતકની ઓળખ અબ્દુલ્લા તરીકે થઈ છે અને તેઓ 80 વર્નાનો હતા. તેમની ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફની સારવાર ચાલી રહી હતી.
ADVERTISEMENT
કોવિડ પ્રોટોકોલ અપનાવવો જરૂરી
હવે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, લોકોમાં સાવચેતી રાખવાનો સંદેશો પ્રસારિત કરવામાં આવશે. અગમચેતીના પગલાં વધુ કડક કરવા સૂચનાઓ પણ આપવામાં આવી છે. જેમને તાવ છે તેમને આઈસોલેશનમાં રહેવાની સૂચના આપવામાં આવશે અને જેઓ કોવિડ પોઝિટિવ છે તેમને ક્વોરેન્ટાઈનમાં રહેવાની સૂચના આપવામાં આવશે. માસ્ક અને સેનિટાઈઝર ફરજિયાત બનાવાયા છે.
ADVERTISEMENT