ફરી ડરાવવા લાગ્યો Corona: એક્ટિવ કેસ 2600ને પાર, હોસ્પિટલોમાં એલર્ટ, માસ્કને લઈને એડવાઈઝરી
Coronavirus Update: દેશમાં કોરોના વાયરસે ફરી ટેન્શન વધાર્યું છે. કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ના અત્યાર સુધીમાં 21 દર્દીઓ મળી આવ્યા છે, જેનાથી કોરોના રિટર્નની ચર્ચાઓ તેજ…
ADVERTISEMENT
Coronavirus Update: દેશમાં કોરોના વાયરસે ફરી ટેન્શન વધાર્યું છે. કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ના અત્યાર સુધીમાં 21 દર્દીઓ મળી આવ્યા છે, જેનાથી કોરોના રિટર્નની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. દેશમાં ગુરુવારે છેલ્લા 24 કલાકમાં 358 નવા કેસ નોંધાયા છે. આ પહેલા બુધવારે 614 કોરોનાના કેસ નોંધાયા હતા. આ 21 મે બાદ સૌથી વધુ સંખ્યા હતી. WHOથી લઈને કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું છે. હોસ્પિટલોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ભીડમાં માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. કોરોનાના નવા વેરિઅન્ટ JN.1નું ટેસ્ટિંગ વધારવા સહિત ઘણા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે.
24 કલાકમાં નોંધાયા 358 નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં ગુરુવારે છેલ્લા 24 કલાકમાં 358 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કોવિડના સબ વેરિઅન્ટ JN.1ના કારણે કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2669 થઈ ગઈ છે. JN.1નો પહેલો દર્દી કેરળમાં જ મળી આવ્યો હતો.
દેશમાં રિકવરી રેટ 98.81 ટકા
સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર 24 કલાકમાં કેરળમાં ત્રણ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જે બાદ દેશમાં મૃત્યુઆંક 5,33,327 થઈ ગયો છે. તાજેતરના કેસ મુખ્યત્વે કેરળ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,44,70,576 થઈ ગઈ છે. દેશનો રિકવરી રેટ 98.81 ટકા પર પહોંચી ગયો છે. દેશમાં કોવિડ દર્દીઓની કુલ સંખ્યા 4.50 કરોડ (4,50,06,336) પર પહોંચી ગઈ છે. મૃત્યુદર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડ કોવિડ ડોઝ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી હતી બેઠક
વર્ચ્યુઅલ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓને કોરોનાવાયરસ અંગેની માર્ગદર્શિકા વિશે જાણકારી આપી અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારી રહેવા જણાવ્યું હતું.
દેશમાં નોંધાયા JN.1ના 21 કેસ
નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે પોલે બુધવારે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશભરમાં નવા કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1ના 21 કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. દેશના વૈજ્ઞાનિકો નવા વેરિઅન્ટનું એનાલિસિસ કરી રહ્યા છે. તેમણે રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને તેમની મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
ADVERTISEMENT
ગભરાવવાની જરૂર નથીઃ વી.કે પોલ
વી.કે પોલે કહ્યું હતું કે, આ ઉછાળો કોવિડ JN.1 વેરિઅન્ટને કારણે છે. ગભરાવાની જરૂર નથી. કેરળ, તમિલનાડુ, ગોવા અને કર્ણાટકમાં કેસ છે. છેલ્લા 2 અઠવાડિયામાં 16 ગંભીર રીતે બીમાર કોરોના દર્દીઓના મોત થયા છે.
ADVERTISEMENT
‘માસ્ક પહેરો, ભીડવાળી જગ્યાએ જશો નહીં’
કર્ણાટક સરકારે મંગળવારે એક એડવાઈઝરી જારી કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને, અન્ય ગંભીર બીમારીથી પીડિત લોકોને, સગર્ભા મહિલાઓને બહાર જતી વખતે ફેસ માસ્ક પહેરવાની અપીલ કરી હતી. કોવિડને ધ્યાનમાં રાખીને લોકોને ભીડવાળા વિસ્તારોમાં જવાનું સખત રીતે ટાળવા માટે કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT