Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,092 લોકો થયા સંક્રમિત
ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત દરવી રહ્યું છે. દરરોજ 15,000 જેટલા લોકો જ સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો,…
ADVERTISEMENT
ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત દરવી રહ્યું છે. દરરોજ 15,000 જેટલા લોકો જ સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,092 નવા કેસ નોંધાયા છે, જેનાથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,16,861 થઈ ગઈ છે. શનિવારે કોરોનાના 15,815 નવા કેસ નોંધાયા હતા. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, કોરોનાના નવા કેસોમાં લગભગ 8 ટકાનો ઘટાડો થયો છે.
દેશમાં રિકવરી રેટથી રાહત માંલઈ રહી છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 98.54 ટકા છે, જ્યારે એક્ટિવ કેસ 0.26 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 16,454 લોકોએ કોરોનાને હરાવ્યો છે, જેનાથી કોરોનામાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 4,36,09,566 થઈ ગઈ છે. દેશમાં કોરોના સામે રક્ષણ આપવા માટે ચાલી રહેલા વેકસીનેશન અભિયાન હેઠળ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28,01,457 ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 2,07,99,63,555 ડોઝ આપવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 3,81,861 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેના કારણે પરીક્ષણોની સંખ્યા 88.02 કરોડ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કોરોના ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શનિવારે દિલ્હીમાં કોવિડ-19થી નવ લોકોના મોત થયા હતા અને 2,031 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં ચેપનો દર 12.34 નોંધાયો હતો. આજે સતત 11મો દિવસ છે જ્યારે શહેરમાં એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના બે હજારથી વધુ કેસ નોંધાયા છે. શુક્રવારે, દિલ્હીમાં ચેપના 2,136 કેસ નોંધાયા હતા અને રોગચાળાને કારણે 10 લોકો મૃત્યુ પામ્યા હતા, જે છેલ્લા છ મહિનામાં દૈનિક મૃત્યુની સૌથી વધુ સંખ્યા હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT