ચૂંટણી પહેલા આંદોલનોનો ધમધમાટ! ગાંધીનગરમાં કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ કર્મચારીનું ધરણા પ્રદર્શન
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તમામ પાર્ટીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. આ દરમિયાન ગુજરાત કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને રોજમદાર…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તમામ પાર્ટીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. આ દરમિયાન ગુજરાત કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારીઓ પોતાની માગને સંતોષવા માટે ધરણા પર બેસી ગયા છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે તેઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટને પગલે કાયમી થવાની માગણીઓને લઈ ધરણા પર બેસી ગયા છે.
ચૂંટણી પહેલા આંદોલનોનો ધમધમાટ!
રાજ્યમાં વર્ષના અંતે ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે વિવિધ સંગઠનો હવે પોતાની માંગને લઈને આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. રાજ્યના કર્મચારીઓની પડતર માંગોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે પાંચ મંત્રીઓની કમિટી બનાવી છે. આ કમિટીમાં રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, નાણાંમંત્રી કનુ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા બ્રિજેશ મિરજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સભ્યો રાજ્ય સરકારનાં કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કરીને તમામ આંદોલનોને ઠારવાનો પ્રયત્ન કરશે.
ADVERTISEMENT
કર્મચારીઓની માગણી…
- ગુજરાત સરકારની અંદર જે જે લોકો 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરે છે તેમને નિયમત કરી દેવાની માગ
- ગુજરાત સરકારના કર્મચારીઓની મળતા તમામ લાભ તેમને મળવા
- તમામ VCE ઈ-ગ્રામ પ્રોજેક્ટ ના કર્મચારીઓને કમીશન પ્રથા માંથી મુક્ત કરીને કર્મચારીઓને કાચમી કરવામાં આવે એવી માગણી
- કર્મચારીઓ જે ખાતામાં જોડાયા એ તારીખથી અત્યારના સમયને ગણીને એ મુજબ નિયમિત કર્મચારીઓને જે પગાર મળવાપાત્ર થતો હોય તે શરૂ કરવામાં આવે એવી માગણી
- ગુજરાત સરકારની અંદર કામગીરી કરતા અંશકાલીન કર્મચારીઓને મળવાપાત્ર તમામ લાભો આપવાની માગણી
- 11 મહિનાનો કોન્ટ્રાક્ટ, VCE, આઉટસોર્સ અને અંશકાલીન નીતિઓ હંમેશા માટે બંધ કરવાની માગણી
ADVERTISEMENT