નશામાં ધૂત કોન્સ્ટેબલ અને હોમગાર્ડ પૈસાની વહેંચણી મુદ્દે રસ્તા વચ્ચે બાખડ્યા, વીડિયો વાઈરલ
ઉત્તર પ્રદેશ: જાલૌનમાં ખાખીને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં કોન્સ્ટેબલ અને હોમગાર્ડ વચ્ચે પૈસા વહેંચવા મામલે બબાલ થઈ ગઈ. મામલો એટલો વધી ગયો કે…
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશ: જાલૌનમાં ખાખીને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં કોન્સ્ટેબલ અને હોમગાર્ડ વચ્ચે પૈસા વહેંચવા મામલે બબાલ થઈ ગઈ. મામલો એટલો વધી ગયો કે બંનેએ એકબીજા પર લાતો અને થપ્પડનો વરસાદ કરવા લાગ્યા. આ દરમિયાન રાહદારીઓએ મારપીટનો વીડિયો બનાવીને વાઈરલ કરી દીધો. વીડિયો સામે આવ્યા બાદ હવે બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
બંને પોલીસકર્મીઓ દારૂના નશામાં હતા
ઉત્તર પ્રદેશના જાલૌનનો આ મામલો છે. જ્યાં પોલીસના 100 ડાયલ પર તહેનાત કોન્સ્ટેબલ અને હોમગાર્ડ વચ્ચે મારપીટ થઈ હતી. આ ઘટના શનિવારે સાંજે 6 વાગ્યા આસપાસની કહેવાઈ રહી છે. બંને પોલીસકર્મી દારૂના નશામાં કાર લઈને ડ્યૂટી પર જઈ રહ્યા હતા. ત્યારે જ બંને વચ્ચે પૈસાની વહેંચણી બાબતે વિવાદ થઈ ગયો. બાદમાં મારપીટ થઈ. જોકે કારમાં સવાર અન્ય પોલીસકર્મીઓએ વચ્ચે પડીને બંનેને અલગ કર્યા.
પૈસાની વહેંચણી મુદ્દે થઈ હતી મારપીટ
હોમગાર્ડે જણાવ્યું કે વસૂલી દરમિયાન તે પણ કોન્સ્ટેબલ સાથે હતો. પરંતુ જ્યારે રૂપિયા માગ્યા તો કોન્સ્ટેબલે તેને અપશબ્દો કહ્યા અને મારપીટ કરવા લાગ્યો. રસ્તાની વચ્ચે થયેલી આ મારપીટ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વિશે જાલૌનના એસ.પીએ જણાવ્યું કે, મામલો ધ્યાનમાં આવતા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયો છે અને હોમગાર્ડને પાછો ઓફિસ મોકલી દેવાયો છે. હોમગાર્ડને કમાન્ડેન્ટને પત્ર લખીને તેના પર કાર્યવાહી કરવા માટે કહેવાયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT