‘લગ્નના વચન પર સહમતિથી બાંધેલા સંબંધ દુષ્કર્મ નથી’, હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઓડિશા: ઓડિશા હાઈકોર્ટે દુષ્કર્મના એક કેસમાં મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે, કોઈપણ સંબંધ મિત્રતાથી શરૂ થાય છે પછી તે સંબંધ આગળ વધે છે. યુવક યુવતીને લગ્નનું વચન આપે છે અને સહમતિથી શારિરીક સંબંધ બાંધે છે. જ્યારે સંબંધમાં ખટાશ આવે ત્યારે આરોપી સામે બાળત્કારનો કાયદો લાગુ કરી શકાય નહીં. જસ્ટિસ આર.કે પટનાયકે આ મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો.

હાઈકોર્ટની વેબસાઈટ પર મૂકાયેલા ચૂકાદામાં જસ્ટિસ પટનાયકે કહ્યું છે કે, આ કેસમાં મહિલાને પહેલાથી જ જાણકારી હતી કે આ મામલો લગ્ન સુધી નહીં પહોંચે. તેમ છતાં તેણે સમાધાન કર્યું. આવા શારીરિક સંબંધને બળાત્કાર ગણી શકાય નહીં. અરજદાર વિરુદ્ધ છેતરપિંડી જેવા અન્ય આરોપો તપાસ માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. વચનો સારા વિશ્વાસથી કરવામાં આવે છે. વચન પૂરું ન થવું અને લગ્ન કરવાનું ખોટું વચન બંને વચ્ચે સૂક્ષ્મ અંતર છે. હાઈકોર્ટના 3 જુલાઈના આદેશમાં જણાવ્યું હતું કે, પ્રથમ કિસ્સામાં કોઈપણ શારીરિક સંબંધ IPCની કલમ 376 હેઠળ ગુનો બનતી નથી.

આ ચુકાદો એવા કેસમાં આવ્યો હતો જ્યાં મહિલાએ એક એવા સમયે પુરુષ સાથે સંબંધ બાંધ્યો હતો – જે મિત્રતા પર બાંધવામાં આવ્યો હતો. જ્યારે તેણીએ તેના પતિથી છૂટાછેડા લીધા ન હતા. યુવકે મહિલા દ્વારા તેના પર લગાવવામાં આવેલા બળાત્કાર અને છેતરપિંડીના આરોપોને પડકારતી અરજી દાખલ કરી હતી. તેમનો સંબંધ સાત વર્ષ સુધી ચાલ્યો હતો.

ADVERTISEMENT

હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે, જો સંબંધ શરૂઆતમાં મિત્રતા સાથે સાચા અર્થમાં શરૂ થયો હોય અને વિકસિત થયો હોય તો તેને હંમેશા અવિશ્વાસનો ન ગણવો જોઈએ. ન્યાયાધીશ પટનાયકે જણાવ્યું હતું કે, પક્ષકાર શિક્ષિત અને સારી સ્થિતિમાં છે અને તેના પરિણામોથી ખૂબ વાકેફ હતા અને તેમ છતાં તેઓ એવા સંબંધમાં જોડાયેલા હતા જે દૂરથી એકતરફી હોય તેવું લાગે છે અને તે પછીથી એવો જ બની ગયો હતો.

HCએ અવલોકનમાં કહ્યું કે, “જો એફઆઈઆર અને ભૌતિક પુરાવાઓ પરથી, એવું સૂચવવામાં આવે કે આરોપી તરફથી કોઈ સાચું વચન આપવામાં આવ્યું ન હતું અથવા પીડિતાને પ્રેરિત કરવા અથવા જાતીય સંબંધ જાળવવા માટે તેની સંમતિ મેળવવા માટે ખોટું વચન આપવામાં આવ્યું હોય, તે કિસ્સામાં વિશ્વાસ કેળવવાનું કૃત્ય કહી શકાય અને તે કિસ્સામાં, IPCની કલમ 376 હેઠળ ગુનો નોંધવામાં આવી શકે છે. પરંતુ આ એવો કેસ નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT