UCC Issue અંગે કોંગ્રેસ વલણ સ્પષ્ટ કરે, ચુપકીદી છળ કપટ જેવી છે: પિનરાઇ વિજયન

ADVERTISEMENT

UCC in Kerala
UCC in Kerala
social share
google news

Uniform Civil Code: લૉ કમીશને સમાન નાગરિક સંહિતા (UCC) પર લોકો અને ધાર્મિક સંગઠનો પાસેથી મંતવ્યો મંગાવ્યા છે. આ અંગે રાજકીય હોબાળો ચાલી રહ્યો છે. બીજી તરફ કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને ગુરૂવારે કોંગ્રેસ પાસેથી યુસીસી અંગે વલણ સ્પષ્ટ કરવા માટે જણાવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, પાર્ટીની ચુપકીદી છળ કપટ જેવી છે.

વિજયને ટ્વીટ કરીને કહ્યું કે, શું કોંગ્રેસનો સામાન નાગરિક સંહિતા પર કોઇ સ્પષ્ટ વલણ છે? જ્યારે ભારતની બહુલતા પર સંઘ પરિવાર (RSS) ના હુમલાઓનો વિરોધ કરવો સમયની માંગ છે. તો શું કોંગ્રેસ તેમની વિરુદ્ધ આકરૂ વલણ અપનાવવા માટે તૈયાર છે?

કોંગ્રેસે શું કહ્યું?
લો કમીશનની તરફથી પબ્લિક ઓપિનિયન આપવાની અપીલ બાદ કોંગ્રેસે અધિકારીક નિવેદન આપતા કહ્યું હતું કે, ચૂંટણીના કારણે જ જ યુસીસીને હવા આપવામાં આવી રહી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પાર્ટી તરફથી 15 જુને નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ભાજપ અને કેન્દ્ર સરકાર પોતાના એજન્ડાને વૈધાનિક રીતે આપવા માટે આવું કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ વાત વિચિત્ર છે છે કાયદા પંચ નવેસરથી મંતવ્ય માંગી રહ્યું છે.

ADVERTISEMENT

પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો
બુધવારે જ પૂર્વ કાયદા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઇલીએ આરોપ લગાવ્યો કે આ મુદ્દો એટલા માટે ઉઠાવાયો છે જેથી સમાજમાં વિભાજન પેદા થાય. દેશને અસ્થિર કરી શકાય અને ભારતીય સમાજની વિવિધિતાને ખતમ કરવામાં આવી શકે. મોઇલીએ એક નિવેદનમાં આ વાત પર જોર આપ્યું કે, સંવિધાનના અનુચ્છેદ 25 આસ્થાની સ્વતંત્રતાનો અધિકાર આપે છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ હાલમાં જ જાહેર રીતે સમાન નાગરિક સંહિતાની વાત કરી. સંવિધાનમાં તેનો ઉલ્લેખ છે, જો કે સંવિધાન નિર્માતાઓએ સંવિધાન સભામાં આ નિર્ણય કર્યો હતો કે સમાન નાગરિક સંહિતાને અનિવાર્ય ન બનાવવામાં આવે કારણ કે આ ભારતીય સમાજની વિવિધતા સંબંધિત છે.

ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ભોપાલમાં ભાજપના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, યુસીસી પર વિપક્ષ લોકોને ભડકાવી રહ્યા છે. એક દેશમાં બે કાયદા કઇ રીતે ચાલી શકે છે. યુસીસીનો ઉલ્લે તો સંવિધાનમાં પણ છે. સમયાંતરે સુપ્રીમ કોર્ટ પણ કહેતું રહે છે કે યુસીસી લાઓ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT