કોંગ્રેસે કન્હૈયા કુમારને સોંપી મોટી જવાબદારી, NSUIના પ્રભારી તરીકે કર્યા નિયુક્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કોંગ્રેસે કન્હૈયા કુમારને મોટી જવાબદારી સોંપી છે. કોંગ્રેસે કન્હૈયા કુમારને પાર્ટીની વિદ્યાર્થી પાંખ NSUIના પ્રભારી બનાવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કન્હૈયા કુમારને એનએસયુઆઈના પ્રભારી બનાવવાની માહિતી આપી હતી.

પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કન્હૈયા કુમારને તાત્કાલિક અસરથી નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) ના AICC પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે.

જાણો કોણ છે કન્હૈયા કુમાર 
કન્હૈયા કુમાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (AISF) અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના ભૂતપૂર્વ નેતા છે અને હાલમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે. તેઓ 2015 માં JNU (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી) વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ પદ માટે ચૂંટાયા હતા. કન્હૈયા કુમાર જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ રહી ચૂક્યા છે અને સપ્ટેમ્બર 2021માં સીપીઆઈ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. કન્હૈયાએ 2019ની લોકસભા ચૂંટણી બેગુસરાઈથી કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયાની ટિકિટ પર લડી હતી. જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેમને ભારતીય જનતા પાર્ટીના ગિરિરાજ સિંહે હરાવ્યા હતા.

ADVERTISEMENT

ફેબ્રુઆરી 2016માં, કન્હૈયા કુમારની દિલ્હી પોલીસે JNUમાં એક કાર્યક્રમમાં રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરી હતી. કન્હૈયા કુમારની ધરપકડ પર વિરોધ પક્ષો, વિદ્યાર્થીઓએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમની ધરપકડના વિરોધમાં જેએનયુના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT