નોટોનો પહાડ મળ્યા બાદ સાંસદ Dheeraj Sahuથી કોંગ્રેસે છેડો ફાડ્યો, પોતાના જ નેતા સામે કર્યા સવાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

MP Dheeraj Sahu: કોંગ્રેસના (Congress) રાજ્યસભા સાંસદ (Rajya Sabha) ધીરજ સાહુ હાલના દિવસોમાં મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે. તેમના ઘર અને ઠેકાણા પર અપાર સંપત્તિનો ખજાનો મળી આવ્યો છે. સ્થિતિ એવી છે કે 4 દિવસ બાદ પણ નોટોની ગણતરી ચાલી રહી છે. આટલું જ નહીં, 136 બેગમાં ભરેલી રોકડની ગણતરી કરવી પડશે. તો હવે કોંગ્રેસે પણ પોતાના નેતા પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સાંસદ ધીરજ સાહુના વ્યવસાય સાથે કોઈ લેવાદેવા નથી. જયરામ રમેશે જણાવ્યું હતું કે, આવકવેરા અધિકારીઓ દ્વારા તેમના સ્થાનો પરથી આટલી મોટી રકમની રોકડ રિકવર કરવામાં આવી રહી છે. આ રોકડ વિશે માત્ર તે જ કહી શકે છે અને તેમણે સ્પષ્ટ પણ કરવું જોઈએ.

કોંગ્રેસ સાંસદના ઠેકાણા પરથી 300 કરોડ મળ્યા

સાંસદ ધીરજ સાહુના ઠેકાણામાંથી જંગી રોકડ મળી આવ્યા બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે. ઝારખંડ ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે, જપ્ત કરાયેલી રકમ કોંગ્રેસના નેતાઓની છે. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે, તે ભાજપના નેતાઓનું છે. ભાજપના સાંસદ સંજય સેઠે કહ્યું કે, અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. હજુ પણ પૈસાની ગણતરી ચાલી રહી છે, મશીનો ખરાબ થઈ રહ્યા છે પરંતુ પૈસા ખતમ થતા નથી. સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, હું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પૂછવા માંગુ છું કે આ પૈસા ક્યાંથી આવ્યા? આ અંગે યોગ્ય તપાસ થવી જોઈએ. આ સારું નાણું નથી, આ કાળું નાણું છે.

ADVERTISEMENT

એક જ ઓપરેશનમાં મળેલી અત્યાર સુધીની સૌથી મોટી રકમ

તમને જણાવી દઈએ કે સાંસદ ધીરજ સાહુના પરિસરમાંથી જપ્ત કરાયેલી રકમ 300 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કોઈપણ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં જપ્ત કરવામાં આવેલી આ અત્યાર સુધીની “સૌથી વધુ” રકમ છે. આ સિવાય જ્વેલરીની 3 સૂટકેસ મળી આવી હતી.

પૈસા ગણતા 50 કર્મચારીઓ કામે લાગેલા છે

SBI બાલાંગિરના રિજનલ મેનેજર ભગત બેહરાએ કહ્યું કે, અત્યારે અમે બે દિવસમાં તમામ પૈસાની ગણતરી કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યા છીએ. 50 કર્મચારીઓ પૈસાની ગણતરી કરી રહ્યા છે અને અન્યને જલ્દી અમારી સાથે જોડાવા માટે બોલાવવામાં આવ્યા છે. પેકેટોની ગણતરી ચાલુ છે. ટિટલાગઢમાં પણ કેટલાક પૈસાની ગણતરી કરવામાં આવી હતી. આવકવેરા અને પોલીસ વિભાગે બેંક વિસ્તારોમાં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરી છે.

ADVERTISEMENT

સૂત્રોએ જણાવ્યું હતું કે, એક જૂથ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામેની કાર્યવાહીમાં દેશમાં કોઈપણ એજન્સી દ્વારા આ અત્યાર સુધીની સૌથી વધુ રોકડ જપ્તી છે. બાલાંગિર જિલ્લામાં કંપનીના પરિસરમાં રાખવામાં આવેલી લગભગ 8-10 તિજોરીમાં આશરે રૂ. 300 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી, જ્યારે બાકીની રકમ ટિટલાગઢ, સંબલપુર અને રાંચીના સ્થળોએથી જપ્ત કરવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT