Congress Crowdfunding: લો બોલો! હવે ચૂંટણી લડવા માટે કોંગ્રેસ જનતા પાસેથી માંગશે પૈસા, 18 ડિસેમ્બરથી શરૂ થશે ક્રાઉડ ફંડિંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Congress Crowdfunding: દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર પડી છે. આ માટે પાર્ટીએ દેશની જનતાની સામે હાથ લંબાવ્યો છે.

કેસી વેણુગોપાલે આપી માહિતી

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે શનિવારે દિલ્હી ખાતે આવેલા પાર્ટી હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને ‘ડોનેટ ફોર દેશ’ (DONATE FOR DESH) અભિયાન વિશે માહિતી આપી છે. વેણુગોપાલે જણાવ્યું છે કે, આ એક ક્રાઉડફંડિંગ અભિયાન છે, જેની શરૂઆત 18 ડિસેમ્બરથી થવા જઈ રહી છે.

ADVERTISEMENT

સૌથી મોટું અભિયાનઃ કેસી વેણુગોપાલ

વેણુગોપાલે દાવો કર્યો કે, આ સૌથી મોટું ક્રાઉડફંડિંગ અભિયાન હશે. તેમણે કહ્યું, ‘કોંગ્રેસને તેના ઓનલાઇન ક્રાઉડફંડિંગ અભિયાન ‘ડોનેટ ફોર દેશ’ની શરૂઆતની જાહેરાત કરતાં ગર્વ થઈ રહ્યો છે. આ પહેલ 1920-21માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક તિલક સ્વરાજ ફંડથી પ્રેરિત છે. 138 વર્ષ કોંગ્રેસને પૂર્ણ થતા 18મી ડિસેમ્બરથી આ અભિયાન શરૂ થશે.

    follow whatsapp

    ADVERTISEMENT