CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની તિરંગા યાત્રાનો ફ્લેગ ઓફ કરાવી શુભારંભ કર્યો, 1551 મીટર લાંબા ધ્વજ સાથે રેલી નીકળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં અમદાવાદની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા ખાસ તિરંગાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં CM ભુપેન્દ્રભાઈ પટેલે પણ હાજરી આપી હતી. આ દરમિયાન શાળાનાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજ લઈને અમદાવાદમાં તિરંગા યાત્રા કરી હતી. આ અંગે શાળાના શિક્ષકો સાથે ગુજરાત તકે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે શાળાએ 1551 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ બનાવી આ રેલીનું આયોજન કર્યું હતું. જેનો ફ્લેગ ઓફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો હતો.

ADVERTISEMENT

તિરંગા યાત્રાને મુખ્યમંત્રીએ ગ્રિન સિગ્નલ આપ્યું
શાળાના શિક્ષક મિત્રો સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે જ્ઞાનદા ગર્લ્સ પરિવારે આ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં માધ્યમિક અને પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલના નેતૃત્વ હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે આ રેલી દરમિયાન 1551 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ લઈને વિદ્યાર્થીઓએ ઉમિયા હોલથી પ્રભાત ચોક સુધી તિરંગા યાત્રા કરી હતી. જેની શરૂઆત પ્રાર્થના સભાથી થઈ હતી અને ત્યારપછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યાત્રાનું ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. એટલું જ નહીં મુખ્યમંત્રી પણ આ યાત્રામાં જોડાયા અને શાળાના વિદ્યાર્થીઓ સાથે આ તિરંગાયાત્રાની આગેવાની કરી હતી.

ADVERTISEMENT

હર ઘર તિરંગા અભિયાનનો શુભારંભ
સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસ પૂર્વે અનોખી ઉજવણી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે. જેમાં હજારો રાષ્ટ્રધ્વજોનું નિર્માણ કરાયું છે અને દરેક નાગરિકને પોતાના ઘરે તિરંગો ફરકાવી ઉજવણી કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. આના માટે સંસ્કૃતિ વિભાગે www.harghartiranga.com વેબસાઈટનું નિર્માણ કર્યું છે. જેમાં લોગ ઈન કરી યૂઝર્સ પોતાના લોકેશન પર એક વર્ચ્યુઅલ ફ્લેગ પિન કરવો પડશે. જેને ભારતના નકશા પર વર્ચ્યુઅલી જોઈ શકાશે.

ADVERTISEMENT

વિદ્યાર્થીઓએ અનોખો ભારતનો નકશો બનાવ્યો

જુઓ સમગ્ર તિરંગા યાત્રાનો વીડિયો ગુજરાત તક યૂટ્યૂબનાં માધ્યમથી…

    follow whatsapp

    ADVERTISEMENT