દાદા ગાંધીજીની નજીક, કાકા ઉપરાષ્ટ્રપતિ તેમ છતા પણ પુત્ર બન્યો ખ્યાતનામ ગુંડો, યોગીની હિટ લીસ્ટમાં છે તેનું નામ

ADVERTISEMENT

Mukhtar ansari
Mukhtar ansari
social share
google news

UP Mafia : અતીક અહેમદ અને તેના ભાઇ અશરફની હત્યા બાદ જેલમાં બંધ માફિયા ડૉન મુખ્તાર અંસારીના નામ મુદ્દે અનેક પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્તાર ખુબ જ પરેશાન છે. અતીક-અશરફ હત્યાકાંડ બાદ ડરેલો છે. જો કે મુખ્તારને આકરી સુરક્ષા વચ્ચે હાઇ સિક્યોરિટી બેરેકમાં રાખવામાં આવ્યો છે. અહીં સીસીટીવી કેમેરાથી 24 કલાક નજર રાખવામાં આવે છે. તેના પરિવાર અંગે જાણીને લોકો તે વાત પર વિશ્વાસ નથી કરી શકતા કે આટલું પ્રતિષ્ઠિત બેકગ્રાઉન્ડ ધરાવતો વ્યક્તિઆવો ખતરનાક માફિયા હોઇ શકે?

અંસારી પરિવારનો સમૃદ્ધ ઇતિહાસ
મુખ્તાર અંસારીનો જન્મ ગાઝીપુર જિલ્લાના મોહમ્મદાબાદમાં 3 જુન, 1963 ના રોજ થયો હતો. તેના પિતાનું નામ સુબહાનઉલ્લાહ અંસારી અને માનું નામ બેગમ રાબિયા હતું. ગાઝીપુરમાં મુખ્તાર અંસારીના પરિવારની ઓળખ એક પ્રતિષ્ઠિત રાજનીતિક ખાનદાન તરીકે હતી. 17 વર્ષ કરતા વધારે સમય જેલમાં રહેલો મુખ્તાર અંસારીના દાદા ડોક્ટર મુખ્તાર અહેમદ અંસારી સ્વતંત્રતા સેનાની હતા. ગાંધીજીની સાથે કામ કરતા તેઓ 1926-27 માં કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચુક્યા હતા.

મુખ્તારના દાદા 1947 ની લડાઇમાં દેશ માટે લડતા શહીદ થયા
મુખ્તાર અંસારીના દાદા બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનને 1947 ની લડાઇમાં શહીદી માટે મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. મુખ્તારના પિતા સુબહાનઉલ્લાહ અંસારી ગાઝીપુરમાં પોતાની સ્વચ્છ છબી સાથે રાજનીતિમાં સક્રિય રહ્યા હતા. ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સંબંધમાં મુખ્તાર અંસારીના કાકા છે. એક કેસની સુનાવણી માટે મુખ્તાર અંસારીને યુપીની બાંદા જેલથી પંજાબની રોપડ જેલ મોકલી દેવાયા હતો. ત્યારબાદ તે લાંબા સમય સુધી ત્યાં જ હતો. યુપીમાં ભાજપ સરકાર બની ગયા બાદ મુખ્તાર પરત નહોતા આવવા માંગતા.તેને યુપી લાવવા માટે બંન્ને રાજ્યોની સરકાર વચ્ચે ખેંચતાણ થઇ હતી.

ADVERTISEMENT

અંસારીના ટ્રાન્સફર મુદ્દે બે રાજ્યો વચ્ચે થઇ હતી તનાતની
આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી જઇ પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ તેને યુપી જેલમાં શિફ્ટ કરવાનું ફરમાન આપ્યું. ત્યાર બાદ 7 એપ્રીલ, 2021 ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભારે સુરક્ષા વચ્ચે મુખ્તાર અંસારી પંજાબના રોપડથી હરિયાણાના રસ્તે આગરા, ઇટાવા અને ઓરૈયા થઇને બાંદા જેલ ખાતે પહોંચાડી દેવામાં આવ્યો મઉમાં તોફાન ભડકાવવા મામલે ગાઝીપુર પોલીસની સામે સરેન્ડર કર્યું હતું. ત્યારથી જ તે જેલમાં બંધ હતો. પહેલા તેને ગાઝીપુર જેલ મોકલાયો. ત્યાંથી મથુરા જેલ, મથુરાથી આગરા અને આગરાથી બાંદા જેલમાં મોકલાયો. ત્યારથી હજી સુધી મુખ્તાર જેલમાં જ છે. એક કેસમાં તેને પંજાબની જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. જો કે તેમ છતા પણ પૂર્વાંચલમાં તેમનો દબદબો યથાવત્ત રહ્યો અને તે જેલમાં રહીને પણ ચૂંટણી જીતતો રહ્યો.

તમામ સરકારી કામ એકલા હાથે જીતતો હતો માફીયા
સરકારી કોન્ટ્રાક્ટ, ખનન, સ્ક્રેપ, દારૂ, રેલવેના કોન્ટ્રાક્ટ પર અંસારીનો કબજો છે. જેના દમ પર તેણે પોતાની સલતનત પેદા કરી હતી. જો કે આ રોબિનહુડ અમીરો પાસેથી પૈસા લૂંટતો હતો તો ગરીબોમાં વહેંચતો પણ હતો. માત્ર દબગાઇ નહી પરંતુ ધારાસભ્ય તરીકે તેણે પોતાના વિસ્તારમાં ઘણુ કામ કર્યું. રસ્તા, પુલ, હોસ્પિટલ અને શાળા કોલેજો પર આ રોબિનહુડ પોતાની ધારાસભ્યની ગ્રાન્ટ કરતા 20 ગણો વધારે ખર્ચ કરતો હતો. અંસારીનો પુત્ર અબ્બાસ અંસારી પણ દેશના 10 સર્વશ્રેષ્ઠ શોટ ગન શુટિંગનો આંતરરાષ્ટ્રીય ખેલાડી રહ્યો છે. અનેક મેડલ જીતીને દેશનું નામ રોશન કરી ચુક્યો છે. જો કે હવે તે પિતાના કર્મોની સજા ભોગવી રહ્યો છે. તેને મની લોન્ડરીંગના કેસમાં જેલમાં છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT