CJI ચંદ્રચુડે વકીલની ઝાટકણી કાઢી! તમે બુમો પાડીને જજને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છો

ADVERTISEMENT

CJI India
CJI India
social share
google news

નવી દિલ્હી : CJI ડીવાઇ ચંદ્રચુડે વકીલને કહ્યું કે, તમે સામાન્ય રીતે પ્રેક્ટિસ કરો છો? તમે તમારો અવાજ ઉંચો કરીને અમને ડરાવી ન શકો, મારી કારકિર્દીના 23 વર્ષમાં એવું ક્યારે નથી થયું અને મારા અંતિમ વર્શમાં પણ એવું નહી થાય.

દેશનાં મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે વકીલને ચેતવણી આપી

દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાઇ ચંદ્રચુડે બુધવારે એક મામલે વાતચીત દરમિયાન અવાજ ઉંચો કરવા અંગે એક વકીલે કડક આદેશ આપ્યો છે. સાથે જ કોર્ટને ધમકાવવાનો પ્રયાસ કરવા વિરુદ્ધ ચેતવણી આપી. ધીમા અવાજે દલીલ કરવા જણાવ્યું હતું. સીજેઆઇએ વકીલને જણાવ્યું કે, તમે તમારો અવાજ ધીમો રાખો, શું તમે દેશની સર્વોચ્ચ કોર્ટ સામે આ પ્રકારે વાત કરી શકો? શું તમે ન્યાયાધીશ સાથે હંમેશા આ જ પ્રકારે વાત કરો છો. ત્યાર બાદ વકીલે પીઠની માફી માંગી હતી. જો કે આ પહેલીવાર નથી જ્યારે સીજેઆઇએ વકીલોને કોર્ટમાં મર્યાદા જાળવી રાખવા માટે જણાવાયું હોય.

અગાઉ વિકાસસિંહની પણ ઝાટકણી કાઢવામાં આવી હતી

આ અગાઉ CJI એ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ વિકાસસિંહને કોર્ટમાં અવાજ ઉંચી કરીને વાત કરવા બાબતે ચેતવણી આપતા ટોક્યા હતા. વિકાસ સિંહ એક મામલાની સુનાવણી અંગે ચર્ચા કરી રહ્યા હતા. ગત્ત વર્ષે સીજેઆઇએ એક અન્ય વકીલને ચેતવણી આપી હતી, જ્યારે તેમણે કોઇ મામલે ટિપ્પણી કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT