CID ફેમ દિનેશ ફડનીસને હાર્ટ એટેક, વેન્ટિલેટર સપોર્ટ પર અભિનેતા, જાણે હેલ્થ અપડેટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Dinesh Phadnis : સીઆઇડીમાં ફ્રેડરિક્સનો રોલ નિભાવી ચુકેલા અભિનેતા દિનેશ ફડનીસને હાર્ટએટેક પડ્યો અને હાલ તેઓ હોસ્પિટલમાં છે. દિનેશના સારા સ્વાસ્થય માટે ફેન્સ અને સેલિબ્રેશન માટે પ્રાર્થના કરી રહ્યા છે. ટીવી શો સીઆઇડીમાં ફ્રેડરિક્સનો રોલ નિભાવી ચુકેલા અભિનેતા દિનેશ ફડનીસને હાર્ટએટેકે પડ્યો, ત્યાર બાદ તેમને મુંબઇની એક હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા. આ સમાચાર સામે આવવાને કારણે ફેન્સ પરેશાન થઇ ગયા છે અને સ્વાસ્થય ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

દિનેશની તબિયત પુછવા અનેક સ્ટાર પહોંચ્યા

દિનેશની સ્થિતિ લેવા માટે સીઆઇડીની મોટા ભાગની સ્ટાર કાસ્ટ અને અનેક ક્રૂમેમ્બર્સ તેમની ખબર પુછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. બીજી તરફ હવે દિનેશની તબીયત પહેલા કરતા સારી છે. 57 વર્ષીય દિનેશને શનિવારે હાર્ટ એટેક આવ્યો ત્યાર બાદ તેમને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરાવાયા છે. રિપોર્ટ અનુસાર દિનેશ પડનીસ વેન્ટિલેટર સપોર્ટ પર છે. મળતી માહિતી અનુસાર શનિવારે મેચ રવિવારે દિનેશના સ્વાસ્થયમાં સુધારો છે. સોશિયલ મીડિયા પર પણ ચર્ચા છે અને ફેન્સ તેમના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

સીઆઇડી થકી મળી ઓળખ

ઉલ્લેખનીય છે કે, દિનેશ ફડનીસે વર્ષ 1998 થી 2018 સુધી સીઆઇડીમાંકામ કર્યું હતું. તેમને આ શોથી જ ઘરે ઘરે ઓળખ મળી હતી. સીઆઇડી ઉપરાંત તેમના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પણ એક નાનકડો રોલ નિભાવ્યો હતો. આ ઉપરાંત તેમણે અમીર ખાનની સાથે સરફરોશ અને ઋતિક રોશ સાથે સુપર 30 માં પણ કામ કર્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT