3 સેકન્ડની મહેનત અને મહિલાએ અઠવાડિયામાં કમાઈ લીધા 120 કરોડ રૂપિયા, જાણો કેવી રીતે

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • ચીનની એક મહિલાએ સપ્તાહમાં કમાઈ લીધા 120 કરોડ
  • મહિલાએ અનોખું વીડિયો કન્ટેન્ટ તૈયાર કર્યું
  • ચીનના ઓનલાઈન પ્રોડક્ટ પ્રમોશનમાં ક્રાંતિ લાવી
China online Product Market: આજકાલ ટેક્નોલોજી અને ઓનલાઈન દુનિયાના ઝડપથી બદલાતા સમયમાં કમાણીના અનેક માધ્યમો સામે આવી ગયા છે. લાખો લોકો યુટ્યુબ, ફેસબુક, ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર વીડિયો પોસ્ટ કરીને દરરોજ સારી કમાણી કરી રહ્યા છે. આમાંથી કેટલાક સફળ લોકોની કમાણી તો કરોડો રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ચીનની એક મહિલાએ એક અઠવાડિયામાં આવું કરીને 120 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ચીની મહિલાએ બનાવે છે વીડિયો

ચીનની મહિલા ઝેંગ જિયાંગે ઓનલાઈન પ્લેટફોર્મ પર અનોખું વીડિયો કન્ટેન્ટ તૈયાર કર્યું. આનાથી માત્ર તેના ફોલોઅર્સ અને ઓડિયન્સમાં જ વધારો નથી થયો, પરંતુ તેણે કરોડો રૂપિયાની કમાણી પણ કરી છે. ઝેંગ જિયાંગે ચીનના ઓનલાઈન પ્રોડક્ટ પ્રમોશનમાં ક્રાંતિ લાવી છે.

3 સેકન્ડમાં આપે છે માહિતી

ટિકટોક નામના ચાઈનિઝ પ્લેટફોર્મ પર ઝેંગ જિયાંગના 50 લાખથી વધારે ફોલોઅર્સ છે. તેઓ આ પ્લેટફોર્મ પર માત્ર થોડીક સેકન્ડમાં જ ઓનલાઈન પ્રોડક્ટની માહિતી આપે છે. તેઓ માત્ર 3 સેકેન્ડ સુધી જ કોઈ એક પ્રોડક્ટને બતાવે છે અને તેના વિશે માહિતી આપે છે. આ ટ્રિક તેમની સફળતાનું રહસ્ય છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે વીડિયો

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેઓ કપડાના ઘણા પ્રોડક્ટની ઓનલાઈન સમીક્ષા કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ એક પ્રોડક્ટ પર ત્રણ સેકન્ડથી વધારે રહેતા નથી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેમની સામે એક પછી એક પ્રોડક્ટ્સ લાવવામાં આવી રહ્યા છે અને તેઓ પ્રોડક્ટને બોક્સમાંથી બહાર કાઢે છે અને તે પ્રોડક્ટ વિશે માહિતી આપે છે અને પછી તરત જ બોક્સમાં મૂકે છે. આમ કરવામાં તેમને માત્ર ત્રણ સેકન્ડનો સમય લાગે છે. કેટલાક પ્રોડક્ટમાં તો તેઓ માત્ર 2 સેકન્ડનો સમય લઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ASTRO XUAN (@xuan.com.my)

સેકન્ડમાં જણાવે છે કિંમત

લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન, ઝેંગ જિયાંગના સહાયક તેમને એક પછી એક વિવિધ વસ્તુઓથી ભરેલા બોક્સ આપે છે.  જે બાદ તેઓ સેકન્ડોમાં તે વસ્તુની માહિતી અને કિંમત જણાવે છે. જે બાદ બીજી વસ્તુ લે છે તેની માહિતી અને કિંમત વિશે જણાવે છે. કોઈ એક વસ્તુની માહિતી મહિલા 3 સેકેન્ડમાં આપે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રાહકોને પ્રોડક્ટ વિશે માહિતી આપવાની તેમની આ કાબિલિયતને કારણે તેઓને દર અઠવાડિયે લગભગ 120 કરોડ રૂપિયાની કમાણી થઈ રહી છે.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT