ચીને અરૂણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ જાહેર કર્યા, કોંગ્રેસે સરકાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : હાલમાં જ એક ટોપના ચીની રાજદુતે દાવો કર્યો હતો કે, ભારત ચીન સીમા પર હવે બધુ જ સ્થિર છે. જો કે ચીનની આક્રમકતા હજી પણ યથાવત્ત છે. હવે ત્રીજીવાર અરૂણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ ચીને જાહેર કર્યા છે. આ અગાઉ 2017 અને 2021 માં પણ આવું જ કરવામાં આવ્યું હતું. અરૂણાચલ પ્રદેશના અનેક સ્થળોના નામ જાહેર કરવા અંગે કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી અંગે તીખી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસનું કહેવું છે કે, ચીનને વડાપ્રધાન મોદી દ્વારા ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. ચીનની કાર્યવાહી અંગે વડાપ્રધાનની ચુપકીદી અંગે પણ કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, દેશ વડાપ્રધાન મોદી દ્વારા ચીનને ક્લીન ચીટ આપવાનું પરિણામ ભોગવી રહ્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષે પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, ત્રીજીવાર ચીને હિમાકત કરી છે કે, તે અરૂણાચલ પ્રદેશમાં આપણા વિસ્તારોનું નામકરણ કરી રહ્યું છે. 21 એપ્રીલ, 2017 ના રોજ છ સ્થળો, 30 સપ્ટેમ્બરે 2021 ના રોજ 15 સ્થળો અને ત્રણ એપ્રીલ 2023 ના રોજ 11 સ્થળોનું નામ રાખવામાં આવ્યા. અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો છે અને હંમેશા રહેશે. ગલવાન ઘટના બાદ વડાપ્રધાન મોદીએ જે ચીનને ક્લીન ચીટ આપી છે જેનું પરિણામ દેશ ભોગવી રહ્યો છે. ચીન હવે પોતાની મનમાની કરી રહ્યું છે.

જયરામ રમેશે પણ સવાલો ઉઠાવ્યા
કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ આ મુદ્દે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, હાલમાં જ એક ટોપ ચીની રાજદુતે દાવો કર્યો હતો કે, ભારત ચીન સીમા પર સ્થિતિ હવે સ્થિર છે પરંતુ ચીનની આક્રમકતા યથાવત્ચ છે. હવે તેણે ત્રીજીવાર અરૂણાચલ પ્રદેશના અનેક સ્થળોના નામ ચીની જાહેર કર્યા છે. આ અગાઉ 2017 અને 2021 માં પણ આવું કરી ચુક્યું છે. જયરામે કહ્યું કે, પીએમ મોદીને ચીનને જૂન 2020 માં અફાયેલી ક્લીન ચિટ અને ચીનની કાર્યવાહી પર પીએમની ચુપ્પીની કિંમત દેશ ચુકવી રહ્યું છે. જયરામ રમેશે કહ્યું કે, આશરે ત્રણ વર્ષ બાદ ચીનની સેના, ભારતીય સૈનિકોને રણનીતિક રીતે મહત્વના દેપસાંગમાં પેટ્રોલિંગ નથી કરવા દઇ રહી. આ અગાઉ ત્યાં પેટ્રોલિંગ થતું હતું. હવે ચીન અરૂણાચલ પ્રદેશમાં યથાસ્થિતિ બદલવાના પ્રયાસો કરી રહ્યું છે.

ADVERTISEMENT

11 સ્થળોના નામ ચીને બદલ્યા
ચીનના નાગરિક મંત્રાલયે રવિવાર અરૂણાચલ પ્રદેશના 11 સ્થળોનું નામકરણ કર્યું છે. આ નામ તિબેટ, ચીટી અને પિનઇન લિપિમાં રાખવામાં આવ્યા છે. જે સ્થળોના નામ રાખવામાં આવ્યા તેમાં બે આવાસીય વિસ્તાર છે. પાંચ પર્વતીય વિસ્તાર અને બે નદીઓના નામનો સમાવેશ થાય છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે આ અંગે માહિતી આપી છે.

    follow whatsapp

    ADVERTISEMENT