વિશ્વની પ્રથમ ચિકનગુનિયા વેક્સિનને મંજૂરી, સિંગલ ડોઝથી ખતમ થશે વાયરસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ચિકનગુનિયા બીમારીથી મુક્તિ માટે ગુડ ન્યૂઝ છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ ઈક્સ્ચિક (Ixchiq) નામની વેક્સિન બનાવી લીધી છે. આ વિશ્વની પ્રથમ વેક્સિન છે, જે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં તબાહી મચાવનાર ચિકનગુનિયા વાયરસને ખતમ કરી નાખશે. અમેરિકી આરોગ્ય અધિકારીઓએ આ વેક્સિનને મંજૂરી આપી દીધી છે. આ વાયરસ સંક્રમિત મચ્છરોથી ફેલાય છે, જેને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ કોવિડ બાદ દુનિયા માટે એક ઉભરતું સ્વાસ્થ્ય જોખમ કહ્યું છે.

યુરોપની કંપનીએ બનાવી વેક્સિન

FDAએ કહ્યું કે, યુરોપની ફ્રેન્ચ બાયોટેક કંપની વાલ્નેવા દ્વારા બનાવવામાં આવેલી વેક્સિન ઈક્સ્ચિક (Ixchiq)ના નામથી બજારમાં ઉપલબ્ધ થશે. આ વેક્સિન સિંગલ ડોઝમાં છે, એટલે કે વેક્સિનનો એક માત્ર ડોઝ વાયરસ સામે લડવામાં અસરકારક છે. તેને 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે મંજૂરી આપવામાં આવી છે.

ADVERTISEMENT

ભારતમાં 60 વર્ષ પહેલા આવ્યો હતો પ્રથમ કેસ

ભારતમાં ચિકનગુનિયાનો પ્રથમ કેસ 60 વર્ષ પહેલા 1963માં સામે આવ્યો હતો. તો વિશ્વમાં પહેલીવાર આ બીમારીની ઓળખ 1952માં તાન્ઝાનિયામાં થઈ હતી. તેને બ્રેક બ્રેકિંગ ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે. 2004 પછી તેના કેસ 60 દેશોમાં નોંધાયા હતા. ચિકનગુનિયા એ જ એડીસ મચ્છરથી થાય છે, જેનાથી ડેન્ગ્યુ થાય છે. આ વાયરસથી સંક્રમિત થવા પર તાવ અને સાંધામાં તીવ્ર દુખાવો થાય છે.

15 વર્ષોમાં નોંધાયા 5 મિલિયનથી વધુ કેસ

ગ્લોબલ લેવલ પર છેલ્લા 15 વર્ષોમાં 5 મિલિયનથી વધુ કેસ ચિકનગુનિયાના સામે આવ્યા છે. અમેરિકી દવા નિયામક દ્વારા Ixchiqને લીલી ઝંડી મળવાથી તે દેશોમાં વેક્સિનના રોલઆઉટમાં તેજી આવવાની અપેક્ષા છે જ્યાં વાયરસ સૌથી વધુ ફેલાય છે.

ADVERTISEMENT

FDA અધિકારીએ કરી જાહેરાત

FDAના વરિષ્ઠ અધિકારી પીટર માર્ક્સે જણાવ્યું કે, ખાસ કરીન વૃદ્ધો અને પુખ્ત વયના લોકોમાં ચિકનગુનિયા વાયરસથી સંક્રમણથી ગંભીર બીમારી અને લાંબા સમય સુધી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. વેક્સિનને મંજૂરી મળવી એ એક મહત્વપૂર્ણ સફળતા છે. આનાથી બીમારીને રોકવામાં મદદ મળશે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT