દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર Tata Tiago EV, 1 કિલોમીટરનો ખર્ચ માત્ર રૂ.1, દર મહિને થશે આટલી બચત
નવી દિલ્હી: ટાટા મોટર્સે નવરાત્રી દરમિયાન દેશની સૌથી સસ્તી કાર Tata Tiago EV લોન્ચ કરી છે. આ લોન્ચ સાથે જ કંપનીએ ફેસ્ટિવ સીઝનની ધમાકેદાર શરૂઆત…
ADVERTISEMENT
નવી દિલ્હી: ટાટા મોટર્સે નવરાત્રી દરમિયાન દેશની સૌથી સસ્તી કાર Tata Tiago EV લોન્ચ કરી છે. આ લોન્ચ સાથે જ કંપનીએ ફેસ્ટિવ સીઝનની ધમાકેદાર શરૂઆત કરી છે. આ કારની કિંમત તો ચોંકાવનારી છે જ, પરંતુ કંપનીના દાવા પર વિશ્વાસ કરીએ તો દર એક કિલોમીટરે આ કાર તમને બચત પણ કરાવશે.
શું હશે કારની કિંમત?
ટાટા Tiagoની એક્સ-શો રૂમ પ્રાઈઝ માત્ર 8.49 લાખ રૂપિયા છે. જોકે આ ઈન્ટ્રોડક્ટરી પ્રાઈઝ છે અને પહેલા 10 હજાર ગ્રાહકોને જ આનો લાભ મળશે. કંપનીએ તેમાંથી 2000 કાર એવા ગ્રાહકો માટે રિઝર્વ રાખી છે જેમની પાસે પહેલાથી જ નેક્સોન Ev અથવા ટીગોર Ev કાર છે. કંપનીએ હાલમાં નથી જણાવ્યું કે ઈન્ટ્રોડક્ટરી પ્રાઈસ બાદ કિંમતો કેવી રીતે વધશે. ટાટાની આ કારનું બુકિંગ 10 ઓક્ટોબરથી શરૂ થશે અને આગામી વર્ષે જાન્યુઆરીથી ગ્રાહકોને તેનું બુકિંગ મળશે.
કેટલી રેન્જ આપશે કાર
ટાટા Tiago Ev કંપનીની જિપટ્રોન હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રિક આર્કિટેક્ચર પર આધારિત છે અને તેમાં પરમનેન્ટ મેગ્નેટ સિંક્રોનસ મોટર આપેલી છે. કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 5.7 સેકન્ડમાં 0થી 60 કિલોમીટરની ઝડપ પકડી શકે છે. કંપનીએ તેને સિટી અને સ્પોર્ટ એમ બે ડ્રાઈવિંગ મોડમાં ઉતારી છે. સાથે જ કંપનીએ પહેલીવાર કોઈ કારમાં બે બેટરી પેક ઓપ્શન આપ્યા છે. ટાટા મોટર્સના કહેવા મુજબ. 24kWhની બેટરી 315 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે, જ્યારે 19.2kWh બેટરી 250 કિલોમીટર સુધીની રેન્જ આપે છે.
ADVERTISEMENT
આ કાર સબ્સિડીનો પણ લાભ મળશે
ટાટા મોટર્સે લોન્ચમાં દાવો કર્યો છે કે ડીસી ફાસ્ટ ચાર્જર પર 57 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. કંપની બેટરી પેક અને ઈલેક્ટ્રિક મોટર પર 8 વર્ષ અથવા 1.60 લાખ કિલોમીટર સુધીની વોરંટી આપી રહી છે. તેને 7 વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
પેટ્રોલની તુલનામાં કેટલી બચત થશે?
કંપનીએ વધુ એક દાવો કર્યો છે કે આ કારને ચલાવવામાં પેટ્રોલની તુલનાએ પ્રતિ કિલોમીટરે 6.5 રૂપિયાની બચત કરી શકાય છે. ટાટા મોટર્સ મુજબ તમે આ જ રેન્જની કોઈ પેટ્રોલ કાર ચલાવો છો તો દરેક હજાર કિલોમીટરે 7500 રૂપિયાનું ફ્યૂલ જોઈશે. જ્યારે આ કારને 1000 કિલોમીટર ચલાવવા પર તમને માત્ર 1100 રૂપિયાનો ખર્ચ આવશે. આવી રીતે તમે દરેક હજાર કિલોમીટરે 6500 રૂપિયા બચાવી શકો છો.
ADVERTISEMENT
શું છે કારના ફીચર્સ
આ કારના ફીચર્સની વાત કરીએ તો તેમાં જેડ કનેક્ટ સાથે ટેલીમેટિક્સ ફિચર અપાયું છે. ઉપરાંત રિમોટથી એસી ચાલુ/બંધ, રિમોટ જિયો ફેસિંગ, રિયલ ટાઈમ ચાર્જિંગ સ્ટેટસ, સ્માર્ટવોચ કનેક્ટિવિટી સહિત 65થી વધુ શાનદાર ફીચર્સ છે. આ કારમાં લેધર સીટ, ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ, રેસ સેન્સિંગ વાઈપર્સ, ઓટો હેડલેમ્પ, ઈલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ORVM, ક્રૂઝ કન્ટ્રોલ વગેરે. ઉપરાંત કારમાં 7 ઈંચની ડિસ્પ્લેવાળી ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે જે એન્ડ્રોઈડ અને એપલ કાર પ્લે બંનેને સપોર્ટ કરે છે.
ADVERTISEMENT