ચંદ્રયાનની સૌપ્રથમ સફળતા, ભ્રમણકક્ષામાં પહોંચતાની સાથે જ મોકલી પહેલી તસ્વીર
નવી દિલ્હી : ઇસરોની સફળતા હવે સમગ્ર વિશ્વ જોઇ શકે છે. ચંદ્રયાન-3 મિશન શનિવારે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચી ચુક્યું છે. આ મિશન અંતર્ગત ચંદ્રની પહેલી…
ADVERTISEMENT
નવી દિલ્હી : ઇસરોની સફળતા હવે સમગ્ર વિશ્વ જોઇ શકે છે. ચંદ્રયાન-3 મિશન શનિવારે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચી ચુક્યું છે. આ મિશન અંતર્ગત ચંદ્રની પહેલી તસવીર ચંદ્રયાન-3 એ મોકલ આપી છે. ચંદ્રયાન-3 પર રહેલા કેમેરા દ્વારા તસ્વીર મોકલી અપાઇ છે. દરમિયાન ચંદ્રની નજીક ચક્કર લગાવતા સમયે અવકાશયાનમાં લાગેલા કેમેરામાંથી ચમકતા ચંદ્રનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં અવકાશયાનમાં ફિટ કરાયેલી સોલાર પેનલ પણ જોઇ શકાય છે. ઉલ્લેખનીય છે કે, ISRO એ ટ્વીટર પર આ રોમાંચક વીડિયો શેર કર્યો હતો.
ચંદ્રયાને ઓર્બિટને સફળતાપુર્વક પકડી લીધું
ચંદ્રયાન-3 ચંદ્રની ઓર્બિટને સફળતા પુર્વક પકડી લીધું છે. ચંદ્રયાન લગભગ 166*18 હજાર કિલોમીટરની ભ્રમણકક્ષામાં યાત્રા કરી રહ્યું છે. આ ચંદ્રની ભ્રમણકક્ષા છે. આ પછી આગામી મોટા દિવસ 17 ઓગસ્ટ હશે. જ્યારે ચંદ્રયાન-3 પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થશે. ત્યાર બાદ ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે. આ એ સપાટી હશે જ્યાં આજ સુધી અમેરિકા જેવા દેશો પણ નથી પહોંચી શક્યા.
ADVERTISEMENT
https://twitter.com/chandrayaan_3/status/1688215948531015681?s=20
23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે
ADVERTISEMENT
ચંદ્રયાન-3 એ ચંદ્રની ભ્રમણકક્ષામાં ધમાકેદાર એન્ટ્રી લીધી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) આગળનું પગલું ચંદ્રયાન-3 ની ભ્રમણકક્ષા ઘટાડવાનું છે. આ પ્રક્રિયા રવિવારે રાત્રે 11 વાગ્યાથી શરૂ થશે. આગામી 17 દિવસ સુધી ચંદ્રયાન ધીરે ધીરે ચંદ્રની વધારેની વધારે નજીક જતું રહેશે. જે પ્રકારે યાન ચંદ્રથી પૃથ્વીથી દુર ગયું તે પ્રકારે ચંદ્રની વધારે નજીક આવી જશે.
ADVERTISEMENT
23 ઓગસ્ટે ચંદ્ર સફળતાપુર્વક લેન્ડ કરશે
ચંદ્રયાન-3 ઓગસ્ટ 23 ના દિવસે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આ તબક્કો સૌથી મોટો પડકાર છે. ઇસરોએ ટ્વીટ કરીને ચંદ્રયાનની તબિયત અંગે પણ માહિતી આપતા જણાવ્યું કે, ચંદ્રયાન સંપુર્ણ સ્વસ્થય છે. ISTRAC બેંગ્લુરૂ ખાતેના મિશન ઓપરેશન્સ કોમ્પલેક્ષ ખાતેથી સતત નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT