‘યે દિલ માંગે મોર…’, ટાર્ગેટથી આગળ નીકળ્યું વિક્રમ લેન્ડર, ચંદ્ર પર મારી છલાંગ, જુઓ VIDEO

ADVERTISEMENT

gujarattak
social share
google news

Chandrayaan-3: ચંદ્રયાન-3 તેના લક્ષ્ય કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે. એક તરફ પ્રજ્ઞાન રોવર સૂઈ ગયું છે. તે જ સમયે, વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર કૂદકો મારી રહ્યું છે. ISROના વૈજ્ઞાનિકોએ અગાઉ આ બાબતે કોઈ માહિતી આપી ન હતી. પરંતુ હવે આ પ્રયોગ સફળ થયો છે.

વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર છલાંગ લગાવી દીધી છે. તેણે 40 સે.મી.ની ઊંચાઈ સુધી કૂદકો માર્યો. આ દરમિયાન તેણે 30 થી 40 સેમીનું અંતર પણ કાપ્યું હતું. ઈસરોએ ટ્વીટ કરીને કહ્યું છે કે, વિક્રમે ફરીથી સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. વિક્રમ લેન્ડરે તેના મિશન ઉદ્દેશ્ય કરતાં વધુ સિદ્ધ કર્યું છે. તેણે કૂદવાનો પ્રયોગ પૂરો કર્યો છે.

કમાન્ડ આપ્યા પછી વિક્રમના એન્જિન ચાલુ થઈ ગયા. આ પછી તે હવામાં 40 સેન્ટિમીટર ઉપર ગયું. આ પછી તેણે પોતાની જૂની જગ્યાથી 30-40 સે.મી દૂર નવી જગ્યાએ સોફ્ટ લેન્ડિંગ કર્યું. આ મહત્વપૂર્ણ છે કારણ કે તેના કારણે, ભવિષ્યના સેમ્પલ રિટર્ન મિશન અને માનવ મિશન કે જે ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ લાવે છે તે સફળ થઈ શકે છે.

ADVERTISEMENT

જમ્પ પહેલા રોવરનો રેમ્પ બંધ હતો

હાલમાં વિક્રમ લેન્ડરના તમામ પાર્ટ્સ અને ઈન્સ્ટ્રુમેન્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. આ જમ્પ પહેલા, વિક્રમ લેન્ડરના રેમ્પ, ચાસ્ટે અને ઇલ્સા પેલોડ્સ બંધ કરવામાં આવ્યા હતા. સોફ્ટ લેન્ડિંગ બાદ તેને ફરીથી ખોલવામાં આવ્યું છે. આ પહેલા ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પર એવી જગ્યા પર લાવીને સ્લીપ મોડમાં મુકવામાં આવ્યું છે, જ્યાં સૂર્ય ફરી ઉગશે ત્યારે તેને સૌર ઉર્જા મળશે, ત્યારબાદ તે ફરી સક્રિય થઈ જશે.

ADVERTISEMENT

પ્રજ્ઞાન રોવર સૂઈ ગયો છે

આગામી એક-બે દિવસમાં ચંદ્ર પર અંધારું પડવા લાગશે. સૂર્ય આથમશે. ત્યારબાદ લેન્ડર-રોવર 14-15 દિવસ સુધી રાતમાં રહેશે. એટલે કે ચંદ્રની રાત શરૂ થવાની છે. પરંતુ અત્યારે ચંદ્ર પર દિવસ છે અથવા તો સાંજ થવાની છે. ચંદ્રયાનને 23 ઓગસ્ટ 2023 ના રોજ સાંજે 6:04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડ કરવામાં આવ્યું હતું. એ વખતે ત્યાં સૂરજ ઊગતો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT