UCCને લઈને નારાજ AAPના ચૈતર વસાવાની દિલ્હીમાં કેજરીવાલ સાથે મુલાકાત, બેઠકમાં શું ચર્ચા થઈ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદથી સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા ચાલી રહી છે. એવી સંભાવના છે કે આ મહિને શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકાર તેને ગૃહમાં રજૂ કરી શકે છે. જ્યાં મુસ્લિમ સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે, ત્યાં રાજકીય પક્ષોના અભિપ્રાય આ અંગે વિભાજિત છે. આ મામલે AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ પહેલાથી જ તેનું સમર્થન કરી ચૂક્યા છે, જે બાદ ગુજરાતમાં આદિવાસી નેતા અને AAPના MLA ચૈતર વસાવા પાર્ટી હાઈકમાન્ડથી નારાજ હતા. આ વચ્ચે યુનિફોર્મ સિવિલ કોડને લઈને દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીની બેઠક મળી હતી.

કેજરીવાલ સાથે ચૈતર વસાવાની શું વાત થઈ?
યુનિફોર્મ સિવિલ કોડ UCCને લઈને આદિવાસી સમાજમાં વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાષ્ટ્રીય મહાસચિવ ડો.સંદિપ પાઠક સાથે ગુજરાતના આમ આદમી પાર્ટીના આદિવાસી આગેવાનોની દિલ્હી ખાતે મહત્વની બેઠક મળી હતી. જેમાં અરવિંદ કેજરીવાલ અને ડો.સંદિપ પાઠક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે યુનિફોર્મ સિવિલ કોડમાં આદિવાસી સમાજને નુકશાન થવાનું હોવાથી આદિવાસી સમાજને UCC માંથી બાકાત રાખવાની માંગણી સાથે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા દેશના દરેક રાજ્યોમાં મોટા પાયે વિરોધ નોંધાવવામાં આવશે.

ગુજરાતમાંથી UCCના વિરોધમાં રાષ્ટ્રપતિને અપાશે આવેદન
UCC બાબતે આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ સાથે છે. UCCના વિરોધના ભાગરૂપે દેશના રાષ્ટ્રપતિને સંબોધીને ગુજરાતના તાલુકા/જિલ્લા કક્ષાએથી 13 જુલાઈને ગુરુવારના રોજ મોટી સંખ્યામાં ભેગા મળીને આવેદન પત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT