અધિકારીના ઘરે CBI ના દરોડા! એટલા પૈસા મળ્યા કે છોટા હાથી બોલાવવો પડ્યો

ADVERTISEMENT

Ex officer
Ex officer
social share
google news

નવી દિલ્હી : CBI એ બુધવારે વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી સર્વિસ ઇન્ડિયા લિમિટેડના (WAPCOS) ભૂતપૂર્વ CMD રાજેન્દ્ર કુમાર ગુપ્તા અને પુત્ર ગૌરવ સિંગલની અપ્રમાણસર સંપત્તિના કેસમાં ધરપકડ કરી હતી. દિલ્હી, ચંદીગઢ, ગુરૂગ્રામ, સોનીપત અને ગાઝિયાબાદ સહિત લગભગ 19 સ્થળ પર સતત બે દિવસથી દરોડા પાડી રહી છે. જેમાં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની રોકડ અને અબજો રૂપિયાની સંપત્તી મળી આવી છે. આ અંગેના કેટલાક ચલ અને અચલ સંપત્તીના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.

તપાસ એજન્સીએ મંગળવારે ગુપ્તા તેના પત્ની રીમા સિંગલ, પુત્ર ગૌરવ સિંગલ અને પુત્રવધૂ કોમલ સિંગલ વિરુદ્ધ 01 એપ્રીલ, 2011 થી 31 માર્ચ 2019 સુધીમાં WAPCOS ખાતે તેમના કાર્યકાળ દરમિયાન બિનકાયદેસર સંપત્તી એકત્ર કરવાનો કેસ નોંધ્યો હતો. પીટીઆઇના અનુસાર સીબીઆઇના પ્રવક્તાએ જણાવ્યું કે, મંગળવારે મોડી રાત સુધી તેમની શોધખોળ દરમિયાન સીબીઆઇએ 20 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. બુધવાર સુધીમાં આ નાણા વધીને 38 કરોડ રૂપિયા જેટલી થઇ ચુકી છે. હજી પણ ગણત્રી ચાલુ છે. આ સાથે જ સર્ચમાં મોટા પ્રમાણમાં ઘરેણા, સોનું, જમીન મકાનના દસ્તાવેજ પણ મળી આવ્યા હતા.

ADVERTISEMENT

આરોપી પાસેથી સ્થાવર મિલકતોમાં ફ્લેટ, કોમર્શિયલ પ્રોપર્ટી જેમાં દિલ્હી, ગુરૂગ્રામ, પંચકુલા, સોનીપત અને ચંડીગઢમાં જમીન, ફ્લેટ સહિતની અનેક સંપત્તી મળી આવી છે. આર.કે ગુપ્તા અને તેમના પરિવાર પર નિવૃતી બાદ દિલ્હીમાં ખાનગી કન્સલ્ટન્સીના નામે ભ્રષ્ટાચારનો આક્ષેપ છે. સીબીઆઇ દ્વારા દિલ્હી,ચંદીગઢ, પંચકુલા, ગુરૂગ્રામ, સોનીપત સહિતના અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. હાલ તો સીબીઆઇ દ્વારા હજી પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હજી પણ મોટા પ્રમાણમાં રોકડ અને સંપત્તી મળવાની આશંકા છે.

    follow whatsapp

    ADVERTISEMENT